માણાવદર તાલુકા પત્રકાર એકતા પરીષદનાં હોદેદારોની નિમણુંક

0

માણાવદર તાલુકા પત્રકાર એકતા પરીષદની મીટીંગ જીલ્લા પ્રમુખ વિનોદભાઈ પરમાર તથા ઝોન-ર કોઓર્ડીનેટ વિનોદ ચંદારાણા યોજવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા વિવિધ મુદાઓની રજુઆતોનો હકારાત્મક નિર્ણયોની ચર્ચા તથા મળનારા લાભો જેમાં ૧૦ લાખનાં વિમાનું પ્રિમીયમ સરકારે ભરવું, જમીનો ફાળવણી કરવી, સુરક્ષા આપવી, વોલ્વો બસ સહિત એક્રીડેશન કાર્ડ પત્રકારોની મુસાફરી ફ્રી કરી છે તેવી બાબતે ચર્ચા કરી નવા હોદેદારોમાં કલ્પેશભાઈ મશરૂ, પ્રમુખ હર્ષદ રાજા, જીગ્નેશ પટેલ, મહામંત્રી હિતેશ પંડયા, જગદીશ મારડીયા, જીલ્લા આઈટી સેલમાં ગીરીશ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

error: Content is protected !!