જૂનાગઢ શહેરનાં સર્વાંગી વિકાસનું સ્વપ્ન સાકાર કરવા માટે રૂા. ૧૧ર કરોડનાં વિકાસ કાર્યોને મળી મંજુરી

0

સ્ટેન્ડીંગ કમીટી દ્વારા યોજાયેલી પત્રકાર પરીષદમાં ૧૬ સપ્ટેમ્બરથી શહેરનાં મુખ્ય માર્ગોને સીસી રોડ અને પેવરથી મઢવાની કામગીરી હાથ ધરવાનું કરાયું એલાન : શહેરનાં અનેકવિધ કાર્યો ટુંક સમયમાં શરૂ થશે

જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડીંગ કમીટી દ્વારા આજરોજ એક પત્રકાર પરીષદ યોજવામાં આવી હતી. મહાનગરપાલિકાનાં શાસક પક્ષનાં ભાજપનાં પદાધિકારીઓએ આ પત્રકાર પરીષદમાં જૂનાગઢવાસીઓને આનંદદાયક સમાચારની ભેટ આપી છે. એટલું જ નહી આગામી દિવસોમાં સર્વાંગી વિકાસ માટેની યોજનાને સાકાર સ્વરૂપ આપવા માટેનાં કાર્યોને સ્ટેન્ડીંગ કમીટી દ્વારા મંજુરી કરવામાં આવેલ છે. એટલું જ નહી આગામી તા. ૧૬ સપ્ટેમ્બરથી જૂનાગઢ શહેરનાં મુખ્ય માર્ગોને નવા બનાવવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવેલ હતું. જૂનાગઢ શહેરમાં ખરાબ રસ્તા સહિતનાં અનેક પ્રશ્ને લોકો પીડાય રહયા છે અને આ સમસ્યાને હલ કરવા માટે અનેકવાર રજુઆતો પણ કરવામાં આવી છે. દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીએ આજે જૂનાગઢમાં વિકાસ કાર્યો માટે મહત્વનાં નિર્ણયો લીધા છે. સ્થાયી સમિતિની બેઠક પહેલા સંકલન સમિતિની બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, મેયર ગીતાબેન પરમાર, ડે. મેયર ગીરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિનાં ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસક પક્ષનાં નેતા કિરીટભાઈ ભીંભા, દંડક અરવિંદભાઈ ભલાણી તેમજ સ્થાયી સમિતિનાં સિનિયર સભ્યો ઉપસ્થિત રહયા હતા. આ બેઠક બાદ સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન હરેશભાઈ પરસાણા, શશીકાંતભાઈ ભીમાણી, બાલાભાઈ રાડા, નટુભાઈ પટોળીયા, આરતીબેન જાેષી, ભારતીબેન ત્રાંબડીયા, દિવાળીબેન પરમાર, શાંતાબેન મોકરીયા, જીવાભાઈ સોલંકી વગેરેની ઉપસ્થિતિમાં અનેકવિધ વિકાસ કાર્યો અને પ્રજાકીય સુખાકારીનાં કામો તથા નવા આયોજનને મંજુરી આપવામાં આવી રહી છે. આ દરમ્યાન આ બંને બેઠક પહેલા સ્ટેન્ડીંગ કમીટી દ્વારા એક પત્રકાર પરીષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરીષદમાં મેયર ગીતાબેન પરમાર, ડે. મેયર ગીરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિનાં ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસક પક્ષનાં નેતા કિરીટભાઈ ભીંભા, દંડક અરવિંદભાઈ ભલાણી, આરતીબેન જાેષી તેમજ ગોપાલભાઈ રાખોલીયા અને સિનિયર સદસ્યો ઉપસ્થિત રહયા હતા. આ પત્રકાર પરીષદને ઉદ્‌બોધન કરતા સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન હરેશભાઈ પરસાણાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરનાં સર્વાંગી વિકાસ માટેનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવેલ છે. અંદાજીત રૂા. ૧૧ર કરોડ ર૦ લાખ, ર૧ હજાર જેવી જંગી રકમનું આયોજન થયું છે અને અનેક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવનાર છે. ખાસ કરીને જૂનાગઢ શહેરનાં મુખ્ય માર્ગો સીસી રોડ અને પેવરથી મઢવામાં આવશે અને ૧૬ સપ્ટેમ્બરથી આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. શહેરનાં વિકાસનાં નવા કાર્યો માટે થયેલ આયોજનમાં રૂા.પ૯,૦૬,૦૦,૦૦૦, સ્વચ્છ ભારત મિશન અન્વયે ઘનકચરાનાં નિકાલ માટે રૂા.૧પ,૦૦,૦૦,૦૦૦ અને શહેરનાં નકકી થયેલા વિકાસ કાર્યોની ટેન્ડરીંગ પ્રક્રિયા મંજુર માટેની રકમ રૂા. ૩૮,૧૪,ર૧,૦૦૦ વગેરે મળી કુલ રૂા. ૧૧ર,ર૦,ર૧,૦૦૦નાં કામોને મંજુર કરવામાં આવેલ છે અને લોકોને કોઈપણ જાતની દાદ ફરીયાદ ન રહે તેવું મજબુતી સાથે રસ્તાની કામગીરી પુર્ણ કરવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. આજે યોજાયેલી પત્રકાર પરીષદમાં મેયર ગીતાબેન પરમારે પણ નગરનાં વિકાસ કાર્યો મંજુર કરવામાં આવેલ તે અંગેની વિગતો આપી હતી જયારે મહાનગરપાલિકાનાં ડે. મેયર ગીરીશભાઈ કોટેચાએ પત્રકાર પરીષદને સંબોધતા જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરને રસ્તા પ્રશ્ને જે કંઈ મુશ્કેલી પડી છે ત્યારે આગામી દિવસોમાં રસ્તાની કોઈપણ ફરીયાદ નહી રહે તેવું આયોજન છે. સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન હરેશભાઈ પરસાણાએ ઝીણામાં ઝીણી બાબતોનું ફુલપ્રુફ આયોજન કરેલ છે. વિશેષમાં ગીરીશભાઈ કોટેચાએ જણાવ્યું કે, સરકાર દ્વારા ૩પ૦ કરોડ રૂાપિયાનાં ખર્ભે ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી હાથ ધરાઈ હતી તે કામગીરી હવે પુર્ણ થઈ રહી છે અને ભૂગર્ભ ગટર યોજનાને કારણે રસ્તાઓનું ખોદાણ ગયું હતુ અને લોકોને મુશ્કેલી પડી છે પરંતુ હવે લોકોને રસ્તા પ્રશ્ને કોઈ મુશ્કેલી નહી પડે એટલું જ નહી આગામી દિવસોમાં અમોએ નકકી કરેલ છે કે અવારનવાર રસ્તાઓમાં જુદા જુદા કામ સબબ ખોદાણ કરવામાં આવે છે તે બાબતે પણ આયોજન કરેલ છે અને નવા રસ્તા બનાવતી વખતે એવું પણ ધ્યાન રખાશે કે એક પાઈપ લાઈન ફીટ કરી દેવાની અને તેમાં જુદા જુદા કામ સબબનાં કેબલોનો સમાવેશ કરવાનો જેથી કરીને અવારનવાર રસ્તાઓમાં ખોદાણ કરવું ન પડે, અંતમાં જૂનાગઢ મહાનગરપાલિકાની શાસક પક્ષની ટીમ તેમજ અમારા સર્વે કોર્પોરેટરો દ્વારા એક સુત્રતાથી એકતાથી નગર વિકાસનાં કાર્યોને ઝડપભેર પુર્ણ કરવા કટીબધ્ધ છે તેમ જણાવ્યું હતું.

error: Content is protected !!