ભુજનાં યુવાનને શોધી કાઢી જૂનાગઢ પોલીસે પરીવાર સાથે મિલન કરાવતા ભાવવાહી દ્રશ્યો સર્જાયા

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી નિલેશ ઝાંઝડિયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાય તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા માટે અવાર-નવાર જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને લોક ઉપયોગી કાર્યો કરવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા લોક ઉપયોગી કાર્યો કરી પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વયનો સેતુ જળવાઈ અને પ્રજા પોલીસની નજીક આવે ઉપરાંત પોલીસ પ્રત્યે પ્રજામાં વિશ્વાસનું વાતાવરણ ઉભું થાય તેવા પ્રયત્નો કરવામાં આવે તેવો ઉદ્દેશ ધરાવે છે. આ દરમ્યાન કચ્છ જિલ્લાના ભુજ ખાતે મહાપ્રભુ નગર, માધાપર વિસ્તારમાં રહેતા સુરેન્દ્રસિંહ રાણસિંહ સોઢાએ ભુજ શહેરએ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાના ભાઈ દશરથસિંહ રાણસિંહ સોઢા (ઉ.વ.૨૫) ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ હોવાની અને ગુમ થવા અંગેની જાણ કરવામાં આવેલ હતી. જે બાબતની તપાસ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, ગુમ થનાર દશરથસિંહ સોઢા દ્વારા ગૂગલ પે દ્વારા જૂનાગઢ ભવનાથ તળેટીમાં પેમેન્ટ કરેલ હતું. જે અંગેની માહિતી જૂનાગઢ પોલીસને મળતા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ હરેન્દ્રસિંહ ભાટી, જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઈ મહિપતસિંહ ચુડાસમા, હે.કો. કમલેશભાઈ, રાજુભાઈ ઉપાધ્યાય, રામદેભાઈ, યુસુફભાઈ સહિતની ટીમ દ્વારા જીણવટ ભરી તપાસ હાથધરી જીટીપીએલ ચેનલના શૈલેષભાઈ, દશરથસિંહના સગા રવિરાજસિંહ સહિતના જીટીપીએલ સ્ટાફ દ્વારા જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડ પાસેથી ગુમ થનાર દશરથસિંહ સોઢા નામના યુવાનને શોધી કાઢવામાં આવેલ હતો. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ હરેન્દ્રસિંહ ભાટી, જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઈ મહિપતસિંહ ચુડાસમા, હે.કો. કમલેશભાઈ, રાજુભાઈ ઉપાધ્યાય, રામદેભાઈ, યુસુફભાઈ સહિતની પોલીસની ટીમ દ્વારા મળી આવેલ છોકરાને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરવામાં આવતા પોતે ભુજથી ફરવા માટે ઘરેથી કોઈને કહ્યા વગર ફરવા નીકળી ગયેલાની અને ભવનાથ ફરવા આવી ગિરનાર ઉપર દત્તાત્રેયના દર્શન કર્યાની તેમજ અહિયા જૂનાગઢથી દ્વારકા દર્શન કરવા જવાનો હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી. તેના પરિવારજનો ભુજ ખાતેથી નીકળી તાબડતોબ જૂનાગઢ આવેલ અને જૂનાગઢ પોલીસને મળી આવેલ છોકરાનું તેના પરિવાર સાથે મિલન કરાવેલ હતું. ગુમ થયેલ છોકરો મળતા, પરિવારજનો છોકરાને ભેટીને ભાવ વિભોર થયા હતા. પરિવારજનો તથા જીટીપીએલ ટીમ દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર માનેલ હતો. જૂનાગઢ પોલીસ દ્વારા મળી આવેલ દશરથસિંહને માતા-પિતાને પૂછ્યા વગર ઘરેથી નહિ નીકળવા અને અભ્યાસમાં ધ્યાન આપવા સલાહ પણ આપવામાં આવેલ હતી.

error: Content is protected !!