Monday, May 29

બિલખા કોંગ્રેસ પ્રેરીત બંધને સફળ બનાવવા નીકળેલા કોંગ્રેસનાં આગેવાનોની અટકાયત

0

બિલખા ખાતે આજે સરકારની નીતિઓનાં વિરોધમાં બંધનાં અપાયેલા એલાનને સફળ બનાવવા માટે નિકળેલા કોંગ્રેસનાં કાર્યકર્તા-આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, મોંઘવારી, બેરોજગારી, રસ્તાઓ સહિતનાં પ્રજાકીય પ્રશ્ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે બંધનું એલાન અપાયેલું છે અને આ એલાનને સફળ બનાવવા માટે બિલખા ખાતે પણ કોંગ્રેસનાં આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને જેનાં ભાગરૂપે આજે બંધ માટે અપીલ કરવા નીકળેલા બિલખા કોંગ્રેસનાં વરિષ્ઠ અગ્રણી જગુભાઈ વાંક, ગફારભાઈ ચોૈહાણ, રાઘવજીભાઈ સાકળીયા, મુળજીભાઈ વાણીયા, કિશોરભાઈ વાઘેલા, સોયબભાઈ ચોટલીયા, માજી સરપંચ મહેન્દ્ર નાગ્રેચા, પ્રકાશભાઈ ખાવડુ વિગેરેની આજે બિલખા પોલીસે અટકાયત કરી હતી અને બાદમાં તેઓને મુકત કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!