મોંઘવારી, બેરોજગારી, રસ્તા સહિતનાં પ્રશ્ને જૂનાગઢમાં કોંગ્રેસનાં બંધને આંશીક સફળતા

0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં વિવિધ શહેરોમાં આજે બંધ એલાન અનુસાર વિવિધ શહેરોમાં બંધ પાડવામાં આવ્યું છે. તેમજ કોંગ્રેસનાં કાર્યકર્તાઓની અટકાયત થઈ છે. આ દરમ્યાન જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા જૂનાગઢ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આજે સવારથી જ જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં બંધની અસર જાેવા મળી હતી. જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારો બંધ જાેવા મળી રહ્યા હતા. કાળવા ચોક, એમજી રોડ સહિતનાં વિસ્તારોમાં વેપારીઓએ પોતાનાં વેપાર-ધંધા બંધ રાખી અને બંધમાં જાેડાયા હતા. મોટાભાગનાં ધંધા-રોજગાર આજે બંધ રહ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ અને ધારાસભ્ય ભીખાભાઈ જાેષીએ વેપારીઓને બંધમાં જાેડાવા અપીલ કરી
હતી.

error: Content is protected !!