શ્રાધ્ધપક્ષનાં પ્રારંભ સાથે દામોદર કુંડ ખાતે ભાવિકો દ્વારા પિતૃતર્પણ વિધીનાં કાર્યક્રમો

0

જૂનાગઢ નજીક ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલા પાવનકારી પવિત્ર એવા દામોદર કુંડ ખાતે આજે વહેલી સવારથી જ ભાવિકો ઉમટી પડયા હતાં. અને શ્રાધ્ધપક્ષનાં આજે પ્રારંભ સાથે વિધી-વિધાન કરવામાં આવી રહેલ છે. ભાદરવા વદ એકમથી ભાદરવા વદ અમાસ સુધી શ્રાધ્ધપક્ષ હોય ત્યારે આ દિવસો દરમ્યાન જૂનાગઢનાં પ્રાચીન અને પૌરાણીક એવા દામોદર કુંડ ખાતે પિતૃઓનાં મોક્ષાર્થે પિતૃતર્પણ વિધિ કરવામાં આવી રહી છે. પ્રભાત તિર્થ, પ્રાંચી તિર્થ અને દામોદર કુંડે પિતૃઓનાં તર્પણવિધિ માટેનાં શ્રેષ્ઠ સ્થળ ગણાય છે. પિતૃદેવતાને શ્રાધ્ધ નિમિત્તે ભોજનમાં ખીર, બાસુંદી અને ભાત આપવાનું મહત્વ છે.
જયારે ચૌદશનાં દિવસે રાત્રે પિતૃઓને યાદ કરીને આખી રાત જાગરણ કરવામાં આવે છે. અને દિવો પ્રગટાવવામાં આવે છે. અને સર્વે પિતૃ અમાસે ભાવિકો મોટી સંખ્યામાં દામોદર કુંડ ખાતે આવતા હોય છે. આજે પણ મોટી સંખ્યામાં ભાવિકો દામોદર કુંડ ખાતે આવીને પિતૃતર્પણ કાર્યમાં જાેડાઈ રહયા છે.

error: Content is protected !!