દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી વિશ્વાસથી વિકાસ યાત્રા યોજાશે : કરોડો રૂપિયાના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત થશે

0

ગુજરાત સરકાર દ્વારા રાજયમાં તા.૧૨ અને ૧૩ સપ્ટેમ્બરના રોજ જિલ્લા તથા પ્રાંત કક્ષાના લોકાર્પણ તથા ખાતમૂહર્ત અંગે “વિશ્વાસથી વિકાસ યાત્રા’નું આયોજન થનાર છે. જે દરમિયાન વિવિધ વિભાગોના સહયોગથી વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત જેવા લોકાભિમુખ કાર્યક્રમની ઉજવણી થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આ કાર્યક્રમના સુચારૂ અને સફળ આયોજન માટે ઇન્ચાર્જ કલેક્ટર ડી.જે. જાડેજાના અધ્યક્ષ સ્થાને બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતું. ખંભાળિયા ખાતે “વિશ્વાસથી વિકાસ યાત્રા’ આ કાર્યક્રમ અંતર્ગત તા.૧ર સપ્ટેમ્બરના જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને દ્વારકામાં તથા સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને યોજાશે. જેમાં દ્વારકા પ્રાંત કક્ષાના રૂા.૪.૮૫ કરોડ અને ખંભાળિયા પ્રાંત કક્ષાના રૂા.૧૧.૫૧ કરોડના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તના કામો આવરી લેવાશે. આ તા.૧૩ સપ્ટેમ્બરના જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં “વિશ્વાસથી વિકાસ યાત્રા’ કાર્યક્રમ અંતર્ગત ખંભાળિયા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ઉજવાશે. જેમાં જિલ્લા કક્ષાના રૂા.૩૩.૧૪ કરોડના ખર્ચે નવ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

error: Content is protected !!