ઉના શહેરમાં એ કે ગૃપ આયોજીત ચંન્દ્રકિરણના રાજાની વિસર્જન શોભાયાત્રામાં ગુજરાતી પ્રખ્યાત લોક ગાયીકા રાજલ બારોટ દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર સાઉન્ડ સિસ્ટમ સાથે ગણેશ વિસર્જનની ભવ્ય શોભાયાત્રા ત્રિકોણ બાગથી શાહ. એચ. ડી. હાઇસ્કુલ સુધી નિકળી હતી. જેમા શહેર અને તાલુકાના મોટી સંખ્યામાં લોકો લોક ગાયિકાને નીહાળવા ઉમટી પડયા હતા. ઉના નગર પાલિકા સદસ્ય અને એ. કે. ગૃપના અલ્પેશભાઇ કાનજીભાઈ બાંભણિયા દ્વારા ગણેશ વિસર્જનનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે ગણેશજીની વિધીવત પુજા અર્ચના આરતી કર્યા બાદ ઉના શહેરના મુખ્ય માર્ગ ઉપર ચંન્દ્રકિરણના રાજાની વિસર્જન શોભાયાત્રામાં ગુજરાતી પ્રખ્યાત લોક ગાયીકા રાજલ બારોટે ગણપતિજીના અને ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી હતી. આ વિસર્જન શોભાયાત્રામાં શહેર અને તાલુકાના બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગુજરાતી લોક ગાયીકા રાજલ બારોટનાં સુરીલા અવાજે ભક્તિમય શહેરને બનાવ્યું હતું અને ગુજરાતી ગીતોની રમઝટ બોલાવતા ગણેશજીની શોભાયાત્રામાં ઉમટેલી મેદનીને ડોલાવી ભક્તિમય માહોલ સર્જાયો હતો. સમગ્ર એક કિલોમીટર સુધી ગણેશોત્સવ વિસર્જન યાત્રામાં લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી.