નયારા એનર્જીએ ચેરમેન તરીકે પ્રસાદ કે. પનિકરની નિમણુંક કરી

0

નયારા એનર્જીએ જાહેરાત કરી હતી કે, રિફાઈનરીના ડિરેક્ટર અને હેડ પ્રસાદ કે. પનિકર આગામી તારીખ ૩ ઓક્ટોબરથી કંપનીના ચેરમેનની જવાબદારી સંભાળશે. પ્રસાદ કે. પનિકર આ મહત્વપૂર્ણ ભૂમિકા ચાર્લ્સ એન્થોની(ટોની) ફાઉન્ટેન પાસેથી સંભાળશે, જેમની ૫ વર્ષની સમર્પિત સેવાના ગાળામાં કંપનીની કામગીરી અને નાણાંકીય સ્થિતિના સ્તરમાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. અતિ પડકારજનક બાહ્ય વાતાવરણ હોવા છતાં નયારા એનર્જીએ પેટ્રોકેમિકલ્સમાં તબક્કાવાર વિસ્તરણ માટે સ્પષ્ટપણે ઉત્કૃષ્ટ વ્યૂહરચના વિકસાવી છે. એ વિકાસલક્ષી યોજનાનો પ્રથમ તબક્કો આગામી વર્ષમાં પોલીપ્રોપીલીનનું વિસ્તરણ કરશે. નયારા એનર્જીનું નોંધપાત્ર વિસ્તરણ થયું છે અને એક કટિબદ્ધતા સાથે એની સીએસઆર ભૂમિકા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે સુનિશ્ચિત કરે છે કે, તે જે સમુદાયોમાં કામ કરે છે એનો વિકાસ થાય અને વૃદ્ધિ થાય. શ્રી ફાઉન્ટેનના માર્ગદર્શન અંતર્ગત કંપનીએ અતિ અસરકારક કોર્પોરેટ વહીવટી વ્યવસ્થાઓ સ્થાપિત કરી છે, જેનાથી એની પ્રતિષ્ઠામાં વધારો થયો છે અને અતિ અનુભવી સીઈઓ અલોઇસ વિરાગના નેતૃત્વમાં અતિ મજબૂત એક્ઝિક્યુટિવ ટીમ કાર્યરત થઈ છે. નયારા એનર્જી કંપનીને કેટલાંક સૌથી વધુ પડકારજનક આર્થિક ચક્રોમાંથી સફળતાપૂર્વક દોરી જવામાં અતિ મહત્વપૂર્ણ પ્રદાન કરવા બદલ તેમનો આભાર માનવા ઇચ્છે છે. ફાઉન્ટેને જણાવ્યું હતું કે, “મને નયારામાં જે હાંસલ થયું છે એના ઉપર ગર્વ છે અને આ હાંસલ કરવા માટે બોર્ડ સાથે કામ કરવાની વિશેષ ખુશી છે. કંપનીની અતિ સારી પોઝિશન અને ૫ વર્ષ પછી હવે કંપની માટે આગામી રોમાંચક તબક્કો પ્રદાન કરવા મેનેજમેન્ટ ટીમ અને બોર્ડ સાથે નવા લીડરને કામ કરવાની તક આપવાનો ઉચિત સમય છે.” એની વિકાસની સફરના નવા તબક્કામાં નયારા એનર્જી પોતાને ઇન્ટિગ્રેટેડ પેટ્રોકેમિકલ ઉત્પાદકમાં પરિવર્તિત કરવા એનો અદ્યતન એસેટ વિકાસ કાર્યક્રમ અમલ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે, તો એની ઇએસજી પહેલોનો વિચારપૂર્વક અમલ ચાલુ રાખશે, જે કર્મચારીઓ અને સ્થાનિક સમુદાયના સ્વાસ્થ્ય અને પર્યાવરણની સુખાકારી ઉપર વધારે અસર કરે છે. આ નવી ભૂમિકામાં પનિકર વિકાસલક્ષી વિવિધ પ્રોજેક્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે વ્યૂહાત્મક પ્રાથમિકતાઓના નવા સેટ દ્વારા સ્થાનિક ભારતીય બજારમાં નયારા એનર્જીને લીડ લેવા તેમના ઉત્કૃષ્ટ ટેકનોલોજીકલ અનુભવ અને જાણકારીનો ઉપયોગ કરશે. પનિકર રિફાઇનરીના હેડ તરીકે તેમની મહત્વપૂર્ણ લીડરશિપ પણ જાળવી રાખશે, જે નયારા એનર્જીના મહત્વાકાંક્ષી વિકાસલક્ષી કાર્યક્રમના અમલ ઉપર સાથસહકાર આપશે. પનિકર રાષ્ટ્રીય અને સ્થાનિક સત્તામંડળોની અંદર સન્માનિત છે તથા ગુજરાત રાજ્યમાં સારી પ્રતિષ્ઠા ધરાવે છે, જે મજબૂત સીએસઆર પ્રદાન તથા હાલની અને નવી કટિબદ્ધતાઓના સફળ અમલને સુનિશ્ચિત કરશે.

error: Content is protected !!