મારૂ ચાલે તો જૂનાગઢમાં એકપણ ઝૂંપડું ના રહેવા દઉ : આશિષભાઇ રાવલ

0

જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ગયા મહિને વરસાદમાં એક ગરીબ પરિવારનું ઝૂંપડું ભાંગીતૂટી ગયેલ હતું. સંસ્થા દ્વારા આ જરૂરિયાતમંદ પરિવારને પાકું મકાન બનાવી આપવાનો સંકલ્પ કર્યો હતો. આજ એક મહિના બાદ જરૂરિયાતમંદ પરિવારને તેમનું પાકું ઘરનું ઘર બનાવીને સોંપવામાં આવેલ હતું. આ શુભ પ્રસંગે સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડના કોઠારી સ્વામી પી.પી.સ્વામી તથા કુંજ સ્વામી દ્વારા ઉદ્દઘાટન ગૃહપ્રવેશ કરાવામાં આવેલ હતું. આ શુભ ક્ષણના મુખ્ય મહેમાન તરીકે સમસ્ત બ્રહ્મસમાજ જૂનાગઢ જિલ્લા પ્રમુખ કે.ડી. પંડ્યા, શહેર પ્રમુખ પ્રફુલભાઇ જાેશી, સૌરાષ્ટ્ર-કચ્છના પૂર્વ પ્રમુખ છેલભાઈ જાેશી, ટ્રસ્ટી હસુભાઈ જાેશી, અગ્રણી બિલ્ડર્સ મુકેશભાઈ મેહતા, કોર્પોરેટર આરતીબેન જાેષી, મહિલા પ્રમુખ રૂપલબેન લખલાણી, ભરતભાઈ લખલાણી ખાસ ઉપસ્થિત રહેલ હતા. આ કાર્ય પૂર્ણ કરવામાં શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના આશિષભાઈ રાવલ, કિશોરભાઈ ખંભોળીયા, રાજુભાઈ વ્યાસ, પ્રશાંતભાઈ પુરોહિત, હર્ષદભાઈ જાની, કિશોરભાઈ જાની તથા કાળુભાઇ ગોહેલ દ્વારા જહેમત ઉઠાવામાં આવેલ હતી.

error: Content is protected !!