હાલ ચુંટણીનો માહોલ ઉભો થઇ રહ્યો છે ત્યારે ધીરે ધીરે સમગ્ર ગુજરાતના સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ આંદોલનો થકી સરકાર સમક્ષ મૂકી રહી છે. સમગ્રગુજરાતના આઇ.ટી.આઈ.ના કર્મચારીઓ અમદાવાદ ખાતે એકત્રિત થવાના હતા પરંતુ ધરણા માટેની મંજૂરી ન મળતા આઈટીઆઈના કર્મચારીઓ તા.૧૦-૯-૨૨ના રોજ સવારે અડાલજ ખાતે મોટી સંખ્યામાં એકઠા થઇ ૪૨૦૦ ગ્રેડ પેની માંગણી માટેના સૂત્રોચ્ચાર કર્યા હતા. અમદાવાદ ખાતે ધરણા પ્રદર્શન માટે મંજૂરી રદ થતા રોષે ભરાયેલ કર્મચારીઓ અડાલજ ખાતે એકઠા થઇ શક્તિ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત રાજ્ય કારીગર તાલીમ કર્મચારી મંડળ વર્ગ-૩ના હોદ્દેદારો દ્વારા આવનારા દિવસોમાં સરકાર દ્વારા અમારી માંગણી સંતોષવામાં ના આવે તો આનાથી વધારે જલદ કાર્યક્રમો યોજવામાં આવશે તેવું વિશેષ જણાવ્યું હતું.