બીએપીએસ સંસ્થાનો કોર્ષ શિક્ષણ સાથે જાેડવાની હિલચાલ સામે ભારે વિરોધ

0

‘બીએપીએસ સંસ્થાનો કોર્ષને શિક્ષણ સાથે જાેડવાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જે પેરવી કરી છે અને ગુજરાતની કેટલીક કોલેજાેમાં આ આખા વિશ્વની અંદર માત્ર પ્રમુખ સ્વામી મહારાજ જ સર્વેસર્વા હોય તેવું ભણાવવામાં આવી રહ્યું છે ત્યારે અમે આ કોર્ષનો સખ્તમાં સખ્ત વિરોધ કરીએ છીએ અને જાે આ કોર્ષ કોલેજાેમાંથી હટાવવામાં નહિ આવે તો આગામી દિવસોમાં તેના ગંભીર પ્રત્યાઘાતો પડશે. શિક્ષણમાં જાે ધર્મ ભણાવવો જ હોય તો સનાતમ ધર્મ ભણાવવો જાેઈએ. પ્રમુખ સ્વામી મહારાજની આ વર્ષે જન્મ શતાબ્દી ઉજવવામાં આવી રહી છે એટલે તેઓને હજુ તો ૧૦૦ વર્ષ જ થયા છે પરંતુ સનાતન ધર્મ તો આદિ અનાદિ કાળથી શરૂ થયો છે અને આખા વિશ્વમાં જાે કોઇ સાચો ધર્મ હોય તો તે માત્રને માત્ર સનાતન ધર્મ જ છે. બાકીના તમામ સંપ્રદાયો છે અને તે લોકોએ બનાવેલા છે અને લોકોએ જ તેના નિતી નિયમો નક્કી કર્યા છે. આપણા ભારતની સંસ્કૃતિ પણ સનાતન ધર્મ ઉપર ટકી રહી છે અને સનાતન ધર્મના કારણે જ આપણે વિશ્વગુરૂ બનીશું. આથી આપણે ભારતના બાળકોને જાે શિક્ષણમાં ધર્મ અંગે સમજણ આપવી હોય તો તે સનાતન ધર્મની આપવી જાેઈએ માત્ર એક વ્યક્તિની નહિં. આપણા સૌરાષ્ટ્રની જ વાત કરીએ તો જૂનાગઢમાં સંત નરસિંહ મહેતા થઈ ગયા આ ઉપરાંત મીરાબાઈ કે જેણે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરીને આખા જગતને સંદેશો આપ્યો છે કે, ભક્તિ કેવી રીતે અને કેટલી પવિત્રતાથી કરી શકાય છે તેમજ જાે ધર્મ વિશે વિદ્યાર્થીઓને જ્ઞાન આપવું હોય તો નિરંતર, નિરાકારી વિશ્વના નાથ ભોળાનાથ અંગે સમજ અને શિક્ષણ આપવું જાેઈએ. મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામએ કેવી રીતે રાજ કર્યુ અને ભાઈચારાની ભાવના કેવી હોવી જાેઈએ, લોકોનું કલ્યાણ કેવી રીતે કરવુ તે શીખવવું જાેઈએ. ભગવાન શ્રીકૃષ્ણએ મહાભારતના યુધ્ધમાં જે શીખવ્યું તે કુટનિતી વિદ્યાર્થીઓને શીખવવી જાેઈએ. આ ધરતી ઉપર રાક્ષસોનો ઉપદ્રવ થયો ત્યારે તેનો સંહાર કરનારી જગદંબાઓ વિષે શીખવવું જાેઈએ. આપણા સૌરાષ્ટ્રમાં જ બાપા બજરંગદાસ, જલારામબાપા સહિતના અનેક સુપાત્ર સંત થઈ ગયા તેઓએ આપેલા પરચા અંગેનું જ્ઞાન વિદ્યાર્થીઓને શીખવવું જાેઇએ. ઈન્દ્રભારતી બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, ૨૫૦૦ વર્ષ પહેલા જગદગુરૂ શંકરાચાર્ય થયા જેમણે દેશ વિદેશમાં ધર્મ પ્રચાર કર્યો તેમના વિષે કશું નહી ? આવા વિશ્વના સંતો થયા તેને બદલે ઉપજાવી કાઢેલા અને ભુકંપ બાદ પ્રમુખ સ્વામી ગયા અને સહાય કરી તેવા મહિમામંડન કરાવાઈ રહ્યા છે. યુનિવર્સિટીમાં પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્ષના નામે પ્રમુખ સ્વામી મહારાજ, સંપ્રદાયના મંદિરો અને તેમના સંતોના ઉદાહરણો કેસ સ્ટડી તરીકે લઈને યુવાનોને આ સંપ્રદાય તરફ વાળવા માટેનો દૂષ્પ્રચાર કરશે તો તે સાંખી લેવામાં નહિ આવે. સરકારને પણ અમારી અપીલ છે કે, જાે આ કોર્ષ યુનિવર્સિટીમાંથી દૂર કરવામાં નહિ આવે તો સાધુ સંતો લડત ચલાવશે અને સરકારને પણ અમારી અપીલ છે કે આ મામલે તેઓએ પગલા લઈને સનાતન ધર્મની રક્ષા કાજે પગલા લેવા જાેઈએ. જાે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આ રીતે જ શિક્ષણમાં ધર્મપ્રચારની કુચેષ્ઠા કરશે તો અમે અમારા તમામ સનાતન ધર્મના અનુયાયીઓને અપીલ કરી કરીને કહેશું કે, તમારા બાળકોને આવી શાળા અને કોલેજાે કે યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે મોકલે નહિ અને કોર્ષમાંથી નામ કઢાવી નાખે. આવા બની બેઠેલા સંતોની શાળાઓમાં અભ્યાસ કરતા હશે તો તેમાંથી પ્રવેશ રદ કરાવી નાખવા પણ અપીલ કરીશું.

error: Content is protected !!