વેરાવળ-સોમનાથ શહેર પંથકમાં પોણા કલાકમાં અનરાધાર ૨.૫ ઈંચ વરસાદથી રાજમાર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં !

0

વેરાવળ સોમનાથ જાેડીયા શહેર અને પંથકમાં ગઈકાલે સમી સાંજે મેઘરાજાએ ગાજવીજ અને વિજળીના ચમકારા સાથે પધરામણી કરી પોણી કલાક (૪૫ મિનીટ) માં ૨.૫ ઈંચ જેવો ભારે વરસાદ વરસાવી દીધો હતો. જેના પગલે શહેરના અનેક રાજમાર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સાથે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ મેઘરાજાએ મુકામ કરી સાવર્ત્રિક અડધો ઈંચ વરસાદ વરસાવ્યાનું જાણવા મળી રહેલ છે.
રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી વેરાવળ સોમનાથ જાેડીયા શહેર ઉપર મેઘરાજા હેત વરસાવવાનો ડોર કરી રહ્યાનો માહોલ જાેવા મળતો હતો. જાે કે ગઈકાલે સમી સાંજે પાંચ વાગ્યાની આસપાસ જાેડીયા શહેર અને પંથકના ગ્રામ્ય વિસ્તારોના આકાશમાં કાળા ડીબાંગ ઘટાટોપ વાદળો છવાઈ ગયા બાદ ગાજવીજ અને વિજળીના ચમકારા સાથે મેઘરાજાએ પધરામણી કરી હતી. જાેત જાેતામાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ ૪૫ મિનીટ જેવા ટુંકા સમયમાં જ ૫૯ મીમી (૨.૫ ઈંચ) જેવો ભારે વરસાદ વરસાવી દીધો હતો. જેના પગલે વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી જવાની સાથે અત્ર તત્ર અને સર્વત્ર પાણી પાણી કરી દીધું હતું. જાેડીયા શહેરમાં અચાનક પડેલા ભારે વરસાદના પગલે અનેક રાજમાર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાઈ ગયા હતા. જેમાં ખાસ પાલીકા કચેરીની સામેના જ બે મુખ્ય માર્ગો ઉપરાંત સટ્ટાબજાર, સુભાષ રોડ, એમજી રોડ, એસટી રોડ, રીંગ રોડ સહિતના માર્ગે ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તો અમુક વિસ્તારોમાં ગટરો ઉભરાઈને વરસાદી પાણી સાથે વહેવા લાગતા લોકોને દુર્ગંધથી લોકો પરેશાન થઈ ગયા હતા. ભારે વરસાદથી સર્જાયેલ પરિસ્થિતિએ પાલીકા તંત્રની અણઘડ કામગીરીની પ્રતિતી લોકોને કરાવી હોવાની માર્મિક ટકોર પ્રબુધ્ધ લોકો કરી રહ્યા હતા. વેરાવળ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હોવાથી નદી નાળા બે કાંઠે વહેતા જાેવા મળતા હતા. વેરાવળ પંથકના ડાભોર, ચમોડા, આંબલીયાળા, છાત્રોડા સહિતના અનેક ગામોને જાેડતા અને વાડી વિસ્તારના રસ્તાઓ ઉપર વરસાદી પાણી વહેતા થયા હતા. તો ગઈકાલના વરસાદથી ખેડુતોએ કરેલ પાકોને જીવનદાન મળ્યા સમાન હોવાથી જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો હતો. જ્યારે છેલ્લા થોડા દિવસોથી તો બફારો અનુભવતા પંથકવાસીઓએ ભારે વરસાદથી ઠંડકનો અહેસાસ કરી રહ્યા હતા. ગઈકાલે સાંજે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ સામાન્ય વરસાદ વરસેલ હતો. જેની વાત કરીએ તો સુત્રાપાડામાં ૧૧ મીમી, કોડીનારમાં ૧૬ મીમી, ઉનામાં ૧૮ મીમી, ગીરગઢડામાં ૭ મીમી જેટલો વરસાદ વરસ્યો હતો.

error: Content is protected !!