કલા મહાકુંભ સ્પર્ધામાં માતૃશ્રી એમ.જી. ભુવા કન્યા વિદ્યા મંદિરની છાત્રાઓએ ગૌરવ વધાયુ

0

જૂનાગઢ જીલ્લાકક્ષાની કલા મહાકુંભ-ર૦રર સ્પર્ધામાં માતુશ્રી એમ.જી. ભુવા કન્યા વિદ્યા મંદિર, જાેષીપુરાની વિદ્યાર્થીનીઓએ અલગ અલગ કૃતિમાં ઉચ્ચ ક્રમાંક પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધારેલ છે. શાળાના શિક્ષકો મનીષાબેન ડી. જાગાણી અને ચંદ્રિકાબેન ડી. વસોયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓ ચાટકા ઈવા રઘુદાનભાઈએ દુહા-છંદ-ચોપાઈ કૃતિમાં પ્રથમ ક્રમાંક, જયારે અરાબડીયા અસ્મિતાએ લગ્નગીત સ્પર્ધામાં તૃતિય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આવી શ્રેષ્ઠ સિધ્ધીઓ દ્વારા આ વિદ્યાર્થીનીઓએ શાળાની અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃતિઓને વેગવંતી બનાવી છે. શાળાની વિદ્યાર્થીનીઓની આ અનેરી સિધ્ધી બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જે.કે. ઠેસીયા, જાેઈન્ટ મેનેજીંગ ટ્રસ્ટી મૃણાલીબેન ગોધાણી, કેમ્પસ ડાયરેકટર સી.પી. રાણપરીયા, શિક્ષણ નિયામક એસ.કે. વોરા, શાળાના પ્રિન્સીપાલ જે.કે. રંગોલીયા સહીત સમગ્ર સ્ટાફગણે અભિનંદન પાઠવ્યા હતા.

error: Content is protected !!