હિન્દી ભાષાનું ગૌરવ જળવાઈ રહે તે માટે ૧૪મી સપ્ટેમ્બરને સમગ્ર દેશમાં હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આલીદર ગામની માધ્યમિક શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વકતૃત્વ સ્પર્ધા, કાવ્ય ગાયન સ્પર્ધા અને નિબંધ લેખન સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. ગાયન સ્પર્ધામાં પ્રથમ સ્થાને ગોહિલ ચેતનાબેન અભેસિંહભાઇ દ્વિતીય સ્થાને ચુડાસમા ભાવિકાબેન અને તૃતિય સ્થાને ચૌહાણ જયશ્રીબેન આવેલ હતા, તેમજ વક્તૃત્વ સ્પર્ધામાં રામ ધારાબેન જીણાભાઇ, દ્વિતીય સ્થાને મકવાણા કિરણબેન અને તૃતિય સ્થાને પરમાર અંજલીબેન આવેલ હતા. તેમજ શાળાના રાજ્ય પારિતોષિક વિજેતા શિક્ષક કાળુસિંહ ડોડીયાએ હિન્દી ભાષા અને હિન્દી દિવસનું મહત્વ વિષય ઉપર પ્રવચન આપ્યું હતું. તેમજ શાળાનાં શિક્ષક ધર્મેશભાઈ ગોસ્વામીએ સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન કર્યુ હતું. તેમજ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.