કેશોદમાં દવે પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

0

કેશોદમાં દવે પરીવાર દ્વારા ચાલતી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમ્યાન વિદ્વાન અને ભાગવત કથાના પ્રખર વક્તા એવા ડો. મહાદેવ પ્રસાદ મહેતા શાસ્ત્રીજીએ કહ્યું કે, સ્વ. કિશોરભાઈ નાનાલાલ દવે ચોક્કસ કોઈ પુણ્યશાળી જીવ હશે કે જેને પગલે અહીં સંતો મહંતો ભાગવત કથાકારો અને મહાનુંભાવો રોજ માટે કથા શ્રવણ કરવા માટે આવી રહ્યા છે. કેશોદમાં સ્વ. કિશોરભાઈ દવે તથા તમામ પિતૃમોક્ષાથે ચાલી રહેલી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પુર્ણાહુતી પ્રસંગે વ્યાસપીઠ ઉપરથી સ્વ. કિશોરભાઈ નાનાલાલ દવે અને દવે પરિવારના પિતૃઓને સાત દિવસની કથાનું ફળ અર્પણ કરતી વેળાએ પુજ્ય વક્તાએ જણાવ્યું હતું કે, અહીં ભાગવત કથા દરમ્યાન જે કાંઈ વાંચન થયું હતું. તેને પુરા ભાવ સાથે સ્વ. કિશોરભાઈ દવે અને તમામ પિતૃઓને અર્પણ કરૂ છું અને અમારા આ કાર્યને આપ સ્વીકારશો તેમ કહેતાં તેમણે સ્વ. કિશોરભાઈ દવે યાદ કરી શ્રધ્ધાંજલી આપતાં જણાવ્યું હતું કે, તમારે જવાનો સમય ન હતો છતાં આપ અમને બધા છોડી જતાં રહ્યો છે ત્યારે આપ અત્યારે ક્યાં હશો તે અમને ખબર નથી પરંતુ જે કોઈ જગ્યાએ આપ હશો ત્યાંથી આપ ચોક્કસ રાજી થઈ અમને આપનો રાજપો વ્યક્ત કરી રહ્યા હશો અને અમને જાેઈ રહ્યા હશો. ત્યારે મારે ભાગવત સપ્તાહ આપને સમર્પિત કરતાં માત્ર એટલું જ કહેવું કે, હે જીવાત્મા આપ જ્યાં હોવ ત્યાંથી આપના પરિવારને આશિર્વાદ આપજાે અને અમોએ જે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા આપની પાછળ કરી છે તેનો સ્વીકાર કરશો અને આ દવે પરિવારને આપના આશીર્વાદ આપશો તેવા પુરા ભાવ સાથે દવે પરિવાર વતી હું વ્યાસપીઠ ઉપરથી આપ સહુને યાદ કરી આ કથા આપને અર્પણ કરૂ છું તેમ અંતમાં વક્તા મહાદેવ પ્રસાદએ જણાવ્યું હતું.

error: Content is protected !!