ઓસ્ટિન કામદાર સોસિયલ ગૃપ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

0

મયારામ આશ્રમ ગીરનાર રોડ જૂનાગઢ ખાતે ઓસ્ટિન કામદાર સોસિયલ ગૃપ દ્વારા ઓસ્ટિન એન્જિનિયરીંગ કંપની લિમિટેડના કર્મચારી ઓના બાળકોનો સન્માન સમારોહ યોજાયો જેમાં કે.જી. વિભાગથી લઈ ધોરણ બાર સુધીના કુલ સત્યોતેર બાળકોને શિલ્ડ, કીટ તેમજ સ્કૂલ બેગ આપીને સન્માનિત કરાયા આ ઉપરાંત ચારસોથી વધુ બાળકોને નોટબુક ચોપડા પ્રોત્સાહીત ઇનામ રૂપે આપવામાં આવેલ હતા. આ તકે વિદ્યાર્થીઓને સન્માનિત કરવા સી.પી.એમ. આગેવાન બટુકભાઈ મકવાણા, સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસૂખભાઈ વાજા, જીશાન હાલેપૌત્રા એડવોકેટ, સલીમભાઈ ગુજરાતી મધુર સોશ્યલ ગૃપ, કે.ડી.સગારકા, વિકૃમદાન ગઢવી લોક સાહિત્યકાર, રોઝીના સેખ, ધર્મિષ્ઠા વાઘેલા, ચેતનાબેન પંડયા, અમન દૂરવેશ એડવોકેટ, રૂડાભાઈ, જવાહરભાઈ પુરોહિત, હસમૂખ ત્રિવેદી, નરેન્દ્ર જેઠવા, મુળૂભાઈ વાંક, હાથિયાભાઈ ખુંટી, મેનેજ પ્રવિણભાઈ જાેષી, વ્હાબભાઈ કુરેશી, હનીફ રાજકુમાર, સોહેલ સિદ્દીકી સહીતના ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ સલીમભાઇ ઠેબા, ઉપપ્રમુખ મેરામણભાઈ ઓડેદરા, ખજાનચી દીપકભાઇ ઠાકર, બશીરૂદદીન અન્સારી, વલીમમદ કોરોજા, મગનભાઈ ભારથી, દિલીપ સેતા ફારૂક, દીપક દવે, દીપક પાઠક સહીતનાએ ભારે જહેમત ઉપાડેલ હતી.

error: Content is protected !!