ખોડલ ફાર્મ, જાેષીપુરા ખાતે શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ સોશ્યલ ગ્રુપ દ્વારા ઉજવાશે શ્રીબાઈ નવરાત્રી મહોત્સવ

0

શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ સોશ્યલ ગ્રુપના પ્રમુખ વિનુભાઈ ચાંડેગરાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ જૂનાગઢ શહેરના સંયુક્ત ઉપક્રમે શ્રી સોરઠીયા પ્રજાપતિ સોશ્યલ ગ્રુપ દ્વારા ખોડલ ફાર્મ, જીનિયશ સ્કૂલની સામે, ખલીલપુર રોડ, જાેશીપુરા, ખાતે જૂનાગઢ શહેરમાં વસતા શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિજનોના તથા સમાજ શ્રેષ્ઠીઓના સાથ અને સહકારથી છેલ્લા સાત વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તારીખ ૨૬ સપ્ટેમ્બર થી ૫ ઓક્ટોબર સુધી શ્રી શ્રીબાઈ નવરાત્રી મહોત્સવ-૨૦૨૨નું ભવ્યથી અતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે. શ્રી સોરઠીયા પ્રજાપતિ સોશ્યલ ગ્રુપ જૂનાગઢ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સમાજની સાથે રહીને વિવિધ સામાજિક પ્રવૃત્તિ કરી રહી છે જેવી કે, સમાજના સહકારથી સાત વર્ષથી નવરાત્રીનું ભવ્ય આયોજન, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય, કોરોના જેવી મહામારી બીમારીમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરીને સમાજ સહિતના લોકોને ઉપયોગી થવાની કામગીરી, સમાજના કોઈપણ વ્યક્તિના સગા જ્યારે હોસ્પિટલમાં દાખલ હોય અને એમને લોહીની જરૂરત પડતી હોય ત્યારે એમને ઇમરજન્સીમાં લોહીની વ્યવસ્થા કરી આપવી, સમૂહ લગ્નના ભવ્ય આયોજન, પારિવારિક પ્રશ્નો ઉકેલવાની મદદ, આદર્શ નગર સમાજમાં એસીહોલ નિર્માણમાં સિંહ ફાળો આપીને સમાજને જાેડવાનું કામ કરેલ છે. હજુ ઘણા બાકી રહેલા કામો કરવાના પ્રયાસોને વધુ મજબૂત કરવા આપણે સૌ સાથે જાેડાયેલા રહીએ અને આ નવરાત્રી મહોત્સવના અવસરમાં ખેલૈયાઓનો ઉત્સાહ અને કાર્યકર્તાઓનો જુસ્સો વધારવા સોશિયલ ગ્રુપ જ્ઞાતિજનોને હૃદય પૂર્વકથી આવકારે છે. આ નવરાત્રી મહોત્સવની કાર્ય સૂચિને આખરી ઓપ આપવા માટે શહેરના જાેષીપુરા, દોલતપરા, ખલીલપુર રોડ, ખામધ્રોળ રોડ, લીરબાઈ પરા, ગાંધીગ્રામ, સંજયનગર, ઝાંઝરડા રોડ, ટીંબાવાડી, મધુરમ, કડિયાવાડ, પંચેશ્વર સહિત જુદા-જુદા વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ હાજરી આપેલ હતી. ઉપસ્થિત તમામ જ્ઞાતિજનોએ સોશ્યલ ગ્રુપ દ્વારા થતી સેવાકિય પ્રવૃત્તિને બિરદાવી હતી. આ નવરાત્રી મહોત્સવને સમાજમાં બહોળી સંખ્યામાં પ્રતિસાદ મળી રહ્યો છે. ટૂંક સમયમાં જ જ્ઞાતિજનોને ઘરે ઘરે ફ્રીમાં પાસનું વિતરણ કરવામાં આવશે. જાે અનિવાર્ય સંજાેગોવસાત આપના ઘરે પાસ ન પહોંચી શક્યો હોય તો ત્યાં સ્થળ ઉપર જ આપ આપનું ફોટો આઈડી કાર્ડ બતાડશો તો તમને ત્યાં જ પાસની વ્યવસ્થા કરી આપવામાં આવશે તેમ યાદીના અંતે જણાવ્યું હતું.

error: Content is protected !!