આગામી નવરાત્રીને ગણતરીનાં દિવસો બાકી રહયા છે ત્યારે જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં થતી પ૦ વર્ષ જુની પ્રાચીન ગરબી એવી ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીની ઉજવણી ભાવભેર ભકિતભાવ પૂર્વક કરવામાં આવશે. જે અંગેની તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢનાં ગાંધીગ્રામ વિસ્તારમાં ગાંધીગ્રામ ગરબી મંડળ છેલ્લા પ૦ વર્ષ જુની પ્રાચીન ગરબી છે જયાં ૩૦૦ બાળાઓને રૂા.૧નાં ટોકનથી રમાડવામાં આવે છે. ગાંધીગ્રામ વિસ્તારનાં તમામ રહેવાસીઓનાં સહયોગથી આ પ્રાચીન ગરબી યોજવામાં આવે છે તેમજ ગાંધીગ્રામ ગરબીમાં બહારની બાળાઓ પાસેથી રૂા.૧૦૧ ફી પેટે લેવામાં આવે છે. ગાંધીગ્રામ ગરબી મંડળનાં કાર્યકર્તાઓ સર્વશ્રી વિરાભાઈ મોરી, નાથાભાઈ આહિર, મનસુખભાઈ હડીયલ, મેહુલભાઈ કોઠારી, જીગ્નેશભાઈ દવે, શાહરૂખભાઈ મકવાણા, કેતનભાઈ બામરોટીયા, મેણશીભાઈ વાજા, વિનેશભાઈ વાજા, મજીતભાઈ ચૌહાણ, લખમણભાઈ ભુતૈયા, નવનીતભાઈ માંડવીયા, પ્રફુલભાઈ શાહ, મીતભાઈ કોડીયાતર, ક્રીસભાઈ ચૌહાણ, પાર્થ છેલાણા, ડાયાભાઈ મોરી, ભાવેશભાઈ મોરી, યશરાજભાઈ લાંબા સહિતનાં કાર્યકર્તાઓ દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. ગાંધીગ્રામ ગરબી મંડળની બાળાઓને રાસ-ગરબાની પ્રેકટીશ છેલ્લા એક મહિનાથી કરવામાં આવી રહી છે. કુસુમબેન મહેતા, દેવીબેન કટારા, શીતલબેન મોરી, હીનાબેન કરમટા, કોમલભાઈ બામરોટીયા, ખુશ્બુબેન સંચાણીયા, દીવાભાઈ લાંબા, ત્રિવેદી વૃંદા વગેરે દ્વારા ઉત્સાહભેર બાળાઓને અવનવા રાસ ગરબાની પ્રેકટીશ કરાવવામાં આવી રહી છે તેમજ મુકેશભાઈ બારોટ તેમજ ઓરકેસ્ટ્રા ભીખુભાઈનાં સથવારે આ કાર્યક્રમ યોજાઈ રહયો છે. આ ગરબી મંડળની બાળાઓ દ્વારા લેવાતા પ્રાચીન રાસ ગરબા નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. આયોજકો તરફથી આ વર્ષે પણ બાળાઓનાં રાસ નિહાળવા અને નવરાત્રી ઉત્સવની ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા થનાર ઉજવણીમાં ધર્મપ્રેમી જનતાને સહયોગી બનવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.