લાંબા સમયથી રહેલી માંગણી સંતોષાશે નહી તો જૂનાગઢ જીલ્લાનાં બે હજારથી વધારે વિજ કર્મચારીઓ આંદોલનનાં માર્ગ ઉપર જશે

0

એક તરફ નવરાત્રી મહોત્સવ નજીક આવી રહેલ છે તો બીજી તરફ વિજ કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ માંગણીઓ સબબ અગાઉથી ખાતામાં ચેતવણી આપી દીધી છે તેમજ રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં હજુ સુધી તેમનાં પ્રશ્નોનો નીવેડો આવ્યો નથી ત્યારે ગમે ત્યારે તેઓ હડતાલ ઉપર ઉતરે તેવી શકયતા રહેલી છે. જાે પોતાની પડતર માંગ ન સંતોષાય તો જૂનાગઢ જિલ્લાના ૨,૦૦૦થી વધુ વિજકર્મીઓએ ૩૦ સપ્ટેમ્બરથી માસ સીએલ ઉપર જવાની ચિમકી ઉચ્ચારી છે. ત્યારે તે પહેલા સમાધાન નહિ થાય તો નવરાત્રીની ઉજવણી અંધારામાં કરવી પડે તેવી સ્થિતીનું હાલ નિર્માણ થયું છે. આ અંગે જીબીઆના એચ.જી. વઘાસીયાએ જણાવ્યું હતું કે, વિજકર્મીઓની અનેક પડતર માંગો છે. જેને લઇને અગાઉ આંદોલન કરાયા હતા. ત્યારે ભાજપના ૨ પ્રવક્તા અને ઉર્જામંત્રીએ ટૂંક સમયમાં યોગ્ય કરવાની ખાત્રી આપી આંદોલન સમેટાવી લીધું હતું. જાેકે બાદમાં ખાત્રી મુજબ માંગ ન સંતોષાયાતા વિજકર્મીઓને ૪૪૦ વોટનો ઝટકો લાગ્યો હોય તેઓ લાલઘૂમ થયા હતા. બાદમાં સરકારને ૪૪૦ વોટનો ઝટકો આપવા આંદોલનાત્મક કાર્યક્રમ ઘડી કઢાયો છે. આ અંગે જીબીઆ-રાજકોટના જનરલ સેક્રેટરી બી.એમ.શાહ અને અગુ વિકાસ સંઘ-ઉંઝાના સિનીયર સેક્રેટરી જનરલ બળદેવ પટેલ દ્વારા ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇને પૂર્નઃ આંદોલનની જાણ કરતો પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, ૨૮ ઓગસ્ટ ૨૦૨૨ના ભરતભાઇ પંડયા અને ગોરધનધભાઇ ઝડફીયાની ઉપસ્થિતીમાં ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇ તેમજ એજીવિકેએસ અને જીબીઆના બંને સંગઠનોના હોદ્દેદારોની ઉપસ્થિતીમાં પડતર માંગ મુદ્દે સમાધાન થયું હતું. બાદમાં આંદોલન સમેટી લેવાયું હતું. જાેકે, આપેલ ખાત્રીનો ૨૦ દિવસ બાદ પણ અમલ કરવાના બદલે ભાજપના બંને પ્રવકતા અને ઉર્જામંત્રી દ્વારા ઉલાળ્યો કરવામાં આવતા ના છૂટકે ફરી આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે. ત્યારે ૨૬ સપ્ટેમ્બરના તમામ કંપનીઓના સર્કલો, ડિવીઝનો, પાવર સ્ટેશનો, સબ સ્ટેશનો, કોર્પોરેટર ઓફિસો, ઝોનલ ઓફિસો તેમજ અન્ય કચેરીઓ ખાતે ઓફિસ સમય સિવાય સુત્રોચ્ચાર કરાશે. તેમ છત્તાં પણ નિરાકણ નહિ આવે તો ૩૦ સપ્ટેમ્બરથી માસ સીએલ મૂકવામાં આવશે. ત્યારે આ મુજબ જૂનાગઢ જિલ્લાના ૨,૦૦૦થી વધુ વિજકર્મીઓ માસ સીએલ ઉપર જશે તો વિજ વિતરણમાં વિક્ષેપ થશે જેના કારણે નવરાત્રિના સમયે જ અંધારપટ્ટ રહેતા નવરાત્રી -ગરબાની ઉજવણી અંધારામાં કરવી પડશે તેવી હાલના તબક્કે ભિતી વ્યકત થઇ રહી છે. સરકારનું અભીબોલા અભીફોક જેવું છે. વિજકર્મીઓએ અગાઉ આંદોલન કરતા માંગ સ્વિકારવાની હા પાડી, વિશ્વાસમાં લઇ આંદોલન સમેટાવી લીધી હતું. જાેકે, માંગ સ્વિકારવાની મૌખિક હા પાડ્યા બાદ સર્કયુલર બહાર પાડ્યો ન હતો. દરમ્યાન માથે વિધાનસભાની ચૂંટણી ગાજી રહી છે ત્યારે જ વિજકર્મીઓના પૂર્નઃ આંદોલનની ઉર્જામંત્રીને જાણ કરવામાં આવતા સરકાર હરકતમાં આવી છે. આ મામલે સોમવાર ૧૯ સપ્ટેમ્બરના ગાંધીનગરમાં મિટીંગ યોજાશે. ત્યારે આજે મળનાર મિંટીંગ ઉપર બધો મદાર રહ્યો છે. મિટીંગ સફળ રહી તો આંદોલન- માસ સીએલ બંધ રખાશે બાકી લડત ચાલુ રહેશેે. કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું આપવું, વિદ્યુત સહાયકોની મુદ્દત અને તેમને હાયર ગ્રેડ આપવો, ઘટતા સ્ટાફની પુરતી ભરતી કરવી સહિતની અનેક માંગો છે.

error: Content is protected !!