જૂનાગઢમાં દેશી હાથ બનાવટની પીસ્તોલ સાથે એક ઝડપાયો

0

જૂનાગઢ એસઓજી પોલીસ દ્વારા ફેસલખાન નાશીરખાન પઠાણ(ઉ.વ.ર૩)ને દેશી હાથ બનાવટની પીસ્તોલ નંગ-૧ રૂા.૧૦ હજારનાં મુદ્દામાલ સાથે રેડ દરમ્યાન ઝડપી લીધેલ છે. આ પીસ્તોલ તેણે હાજર નહી મળી આવનાર આદીલ રઝાકભાઈ સોલંકી રહે.જૂનાગઢ વાળા પાસેથી મેળવી હોવાનું બહાર આવેલ છે. એ ડીવીઝન પોલીસે બંને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢમાંથી જુગાર રમતી ૧૦ મહિલા ઝડપા
જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ગઈકાલે ચોબારી રોડ ઉપર આવેલા તુલસી એપાર્ટમેન્ટની બાજુમાં, યોગેશ્વરનગર નજીક જાહેરમાં જુગાર રમતી ૧૦ મહિલાને રૂા.૧૦,૮૧૦નાં રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે.

જૂનાગઢમાં લીકર પરમીટ મેળવવા ખોટા ઇન્કમટેક્ષ રીટર્ન ઉભા કર્યા
જૂનાગઢ નશાબંધી અને આબકારી વિભાગનાં અધિકક્ષક બલભદ્રસિંહ પ્રવીણસિંહ જાડેજા(ઉ.વ.૩૧)એ હરેશભાઈ કેશવભાઈ સવાનીયા રહે.કોડીનાર, નરેશભાઈ વાસવાણી રહે.જૂનાગઢ, સીએ હરેશભાઈ દુબે રહે.શ્રીનાથનગર વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપી નં-૧નાંએ પોતાની લીકર પરમીટ મેળવવા તથા રીન્યુ કરવા માટે અરજી કરેલ જેમાં આરોપી નં-રનાએ આરોપી નં-૧ પાસેથી નાણાં મેળવી આરોપી નં-૧નાં વર્ષ ર૦૧પ-૧૬ તથા વર્ષ ર૦૧૬-૧૭નાં ઈન્કમટેક્ષ રીટર્ન ખોટા બનાવવા આરોપી નં-૩ની મદદથી સાચા ઈન્કમટેક્ષ રીટર્નમાં છેડછાડ કરી અને ખોટા ઈન્કમટેક્ષ રીટર્ન ઉભા કરી લીકર પરમીટ મેળવવા તથા રીન્યુ કરવા પૂર્વ આયોજીત કાવતરૂ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!