નરસિંહ મહેતા ચોરા પાસે પ્રતિ વર્ષ થતી સુપ્રસિધ્ધ ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી થશે

0

હિન્દુ-મુસ્લીમ સમાજની ૬૦થી વધુ બાળાઓનાં રાસ-ગરબાનું આયોજન : તા. ર૬ સપ્ટેમ્બરથી પ ઓકટોબર દશેરા સુધી રાસ ગરબાની બોલશે રમઝટ

નવલા માતાજીનાં નોરતા રૂમે-ઝુમે આવી રહયા છે ત્યારે શકિતીની આરાધનાનાં પર્વને દર વર્ષે મનાવવામાં આવી રહયું છે. જૂનાગઢ શહેરમાં પણ ગરબી મંડળ દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે જૂનાગઢ શહેરની પ્રખ્યાત એવી નરસિંહ મહેતા ચોરા પાસે આવેલ ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટ દ્વારા યોજાતી નવરાત્રી નિહાળવી અને અહીં રમતી હિન્દુ-મુસ્લીમ બાળાઓનાં વિશિષ્ટ પ્રકારનાં ભકિતભાવ પૂર્વકનાં રાસ ગરબા નિહાળવા એ અનન્ય લ્હાવો છે. અને બાળાઓનાં રાસ નિહાળી ઉપસ્થિત જનસમુદાય ભકિતભાવનમાં ગરકાવ બની જતા હોય છે એવું સુંદર મજાનું વાતાવરણ અહીં પુરૂ પાડવામાં આવે છે. શકિતની આરાધનાના પર્વ એવા નવરાત્રીનાં આગમનને વધાવવા જૂનાગઢ શહેરમાં પણ ભારે ઉત્સાહભર્યુ વાતાવરણ જાેવા મળી રહયું છે. જૂનાગઢ શહેરમાં સુપ્રસિધ્ધ એવી નરસિંહ મહેતા ચોરા પાસે છેલ્લા પપ વર્ષ થયા થતી ચામુંડા ગરમી મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા રાસ-ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. હિન્દુ મુસ્લીમ કોમી એકતાનું જવલણ ઉદાહરણ એ આ ગરબીની વિશેષતા રહી છે. અહીં દરેક સમાજ એકબીજા સાથે હળીમળી અને તહેવારોની ઉજવણી કરે છે ત્યારે નવરાત્રી મહોત્સવને પણ ભકિતભાવ પૂર્વક ઉજવવામાં આવનાર છે. જે અંગેની તૈયારી ચાલી રહી છે. જૂનાગઢ શહેરની વિશેષતા એ રહી છે કે આ શહેરનાં લોકોમાં દરેક તહેવારોને ઉજવવા માટેની ઉત્સાહ, ભાવના અને દરેક સાથે હળી મળીને ભાઈચારાથી તહેવારો ઉજવવામાં આવી રહયા છે ત્યારે નવરાત્રી મહોત્સવને પણ ઉમંગભેર ઉજવવામાં આવશે. નરસિંહ મહેતા ચોરા પાસેની ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટ જૂનાગઢ છેલ્લા પપ વર્ષથી પોતાનાં પરંપરાગત બાળાઓનાં રાસને લઈને ખુબ જ પ્રખ્યાત છે. આ ગરબી મંડળની સ્થાપનાં ૧૯૮૬થી કરવામાં આવી હતી. અને આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવને ઉજવવા આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાનાં પ્રમુખ પ્રવિણાભાઈ સી. ચાવડાએ ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા બાળાઓનાં રાસ ગરબા અંગેની વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે ટ્રસ્ટમાં પ્રમુખ પ્રવિણભાઈ સી. ચાવડા, ઉપપ્રમુખ રમેશ સી. કુનપરા, મંત્રી ઈકબાલભાઈ બોદુભાઈ સીડા, સહમંત્રી બેદનાણી એન. તુલસીદાસ, ખજાનચી અમીનભાઈ એમ. હોલેપૌત્રા, ટ્રસ્ટ અશોકકુમાર સી. ચાવડા, જીતેન્દ્રભાઈ ગંગદાસ, સાવલીયા અભિષેક જે. જે સહિતનાં કાર્યકર્તાઓનાં માર્ગદર્શન હેઠળ આ વર્ષે આયોજન થયું છે. દર વર્ષે આ ગરબી મંડળ દ્વારા પૂનમ સુધી રાસ ગરબાનાં કાર્યક્રમો થતાં હોય છે પરંતુ આ વર્ષે દશેરા સુધી નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવશે. આગામી તા. ર૬-૯-રર થી તા. પ-૧૦-રર દશેરા સુધી રાસ ગરબા રમાશે. જૂનાગઢ શહેરમાં શેરી, મહોલ્લા અને વિવિધ વિસ્તારોમાં થતી રપ૦થી વધારે ગરબી મંડળો રહેલા છે. અને પોતપોતાની આગવી વિશેષતા ધરાવે છે ત્યારે ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા યોજાતા નવરાત્રી મહોત્સવને માણવા જૂનાગઢ શહેરમાં દૂર દૂરથી લોકો પોતાનાં પરીવારજનો સાથે આવે છે અને બાળાઓનાં રાસ-ગરબા નિહાળી શકિતની આરાધનાનાં આ પર્વ દરમ્યાન માતાજીની આરાધના અને ગરબા સ્વરૂપે જાેઈ અને ખુબ જ ખુશાલી પણ વ્યકત કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળ દરમ્યાન છેલ્લા બે વર્ષથી આ ગરબી બંધ રહી હતી અને આ વર્ષે તમામ નિયંત્રણો દૂર થયા છે ત્યારે ખુબ જ ઉત્સાહભેર નવરાત્રીની ઉજવણી થવાની છે ત્યારે આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તેમજ આ વિસ્તારનાં દરેક સમાજનાં અગ્રણી, આગેવાનો અને રહેવાસીઓ પણ પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવી રહયું છે. અને સહકાર પણ આપવામાં આવી રહયો છે. ત્યારે નરસિંહ મહેતા ચોરા પાસે આવેલી ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટ દ્વારા યોજાનાર નવરાત્રી મહોત્સવનાં રાસ-ગરબા નિહાળવા માટે લોકોને ભાવભર્યુ નિમંત્રણ આયોજકો દ્વારા આપવામાં આવી રહયું છે.

error: Content is protected !!