જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં નવરાત્રી મહોત્સવ ઉજવવા ભારે ઉત્સાહ

0

જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં શકિતની આરાધનાના પર્વ એવા નવરાત્રીના આગમનને વધાવવા ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. આસો માસની નવરાત્રીના પ્રારંભ થવાને હવે ગણત્રીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તડામાર તૈયારી ચાલી રહી છે. હિન્દી ધર્મના મોટા તહેવાર એવા નવરાત્રી મહોત્સવને ઉજવવા લોકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં થતી ગરબી મંડળના આયોજકો દ્વારા આ વર્ષે નવરાત્રી મહોત્સવ ઉજવવા ભારે તૈયારી ચાલુ કરી છે. કોરોના કાળ બાદ આ પ્રથમ નવરાત્રી એવી છે કે, જેમાં તમામ નિયંત્રણો દુર થતા લોકોમાં ઉત્સાહનો વધારો થયો છે. જૂનાગઢ શહેર અને જીલ્લામાં નવરાત્રીને ઉજવવા માટે તૈયારી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં થતી પરંપરાગત ગરબીઓ દ્વારા બાળાઓના રાસ-ગરબાના આયોજનો થયા છે અને જેને લઈને રાસ-ગરબાની પ્રેકટીસ બાળાઓ દ્વારા કરવામાં આવી છે. આસો માસની નવરાત્રીનો પ્રારંભ આગામી તા.ર૬ સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે અને પાંચ ઓકટોબર સુધી નવરાત્રીની ઉજવણી થશે. ગરબી મંડળના ચોકોને મંડપ અને લાઈટ ડેકોરેશનથી શણગારવાની કામગીરી ચાલી રહેલ છે અને અધ્યતન લાઈટ ડેકોરેશન, જાણીતા ગાયકોના કંઠે ગવાતા માતાજીના ગરબા વાજંત્ર કલાકારોના સથવારે માના ગરબાના કાર્યક્રમો યોજવામાં આવશે. શહેરની વિવિધ ગરબી મંડળોમાં લેવાતા બાળાઓના પ્રાચીન, અર્વાચી રાસ ગરબા નિહાળવા લોકો પોતાના પરીવાર સાથે ગરબી મંડળની મુલાકાત લેતા હોય છે અને શકિતના આ પર્વની સર્વત્ર ઉજવણી દરમ્યાન ભકિતભાવ પૂર્વક માહોલ સર્જાય રહ્યો છે. જૂનાગઢ શહેરમાં દરેક સમાજ, દરેક લોકો હળી મળી અને ઉત્સાહથી પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે નવરાત્રીને પણ ઉમંગ ઉત્સાહ અને ભકિતભાવ પૂર્વક ઉજવવા માટે તૈયારીનો દોર ચાલી રહ્યો છે. શહેરી અને સોસાયટી વિસ્તારોમાં થતી ગરબીઓ તો દર વર્ષની જેમ આ વર્ષે થવાની જ છે પરંતુ આ સાથે જ વિવિધ જ્ઞાતિ, સમાજાે દ્વારા પાર્ટી પ્લોટમાં પણ આધુનિક દાંડીયા રાસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે અને પ્રખ્યાત કલાકારોના સુરે વહેતા માતાજીના ગરબા તેમજ આધુનિક વાજીંત્રના સથવારે નવરાત્રી મહોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે અને રાસોત્સવના કાર્યક્રમને સફળ બનાવવા તૈયારીઓ ચાલી રહી છે.

error: Content is protected !!