જૂનાગઢમાં ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરી મકાનમાં તોડફોડ, માર માર્યો : સામસામી ફરિયાદ

0

જૂનાગઢમાં આંબેડકરનગર વિસ્તારમાં ગઈકાલે બનેલા એક બનાવમાં ગેરકાયદેસર મંડળી રચી અને હુમલાનો બનાવ બનેલ છે. જેમાં સામસામી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, મધુરમ સોસાયટી, પરિશ્રમ ટાઉનશીપ, શેરી નં-ર, વંથલી રોડ ખાતે રહેતા મીતલબેન રવજીભાઈ શીંગરખીયા(ઉ.વ.રર)એ અનિલ કેશુ, અલ્કાબેન કેશુભાઈ, કાજલબેન ધર્મેન્દ્રભાઈ, બે અજાણ્યા શખ્સો રહે. બધા આંબેડકરનગર વાળા વિરૂધ્ધ એવી ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીનાં ઘરનાં તાળા તોડતા હોય જે બાબતે ફરિયાદી તથા સાહેદ હંસાબેન પોતાનાં મકાને જતા આ કામનાં આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી, હથિયાર ધારણ કરી સાહેદ કાજલબેન સાથે ઝઘડો કરતા હોય તે બાબતે ફરિયાદી તેમને સમજાવતા જતા આ કામનાં આરોપી નં-૧નાએ ફરિયાદીને લોખંડનો પાઈપ મારી તેમજ ઢીકો મારી ઈજા કરેલ છે જયારે આરોપી નં-રનાએ ફરિયાદીને માર મારી, વાળ પકડી, ગળુ દબાવવાની કોશીષ કરી હતી આ દરમ્યાન સાહેદ હંસાબેન વચ્ચે પડતા તેની સાથે પણ ઝપાઝપી કરી માર મારેલ તેમજ ફરિયાદી તથા સાહેદોને બિભત્સ શબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવેલ છે. જયારે આ જ બનાવનાં અનુસંધાને કાજલબેન ધર્મેન્દ્રભાઈ પરમાર(ઉ.વ.૩૦) રહે.આંબેડકરનગર, જૂનાગઢ વાળાએ હંસાબેન રવજીભાઈ શીંગરખીયા, મીતલ રવજીભાઈ શીંગરખીયા, વંદના રવજીભાઈ શીંગરખીયા રહે. તમામ જૂનાગઢ વાળા વિરૂધ્ધ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી પોતાનાં માવતરનાં ઘરે રીસામણે હોય અને આંબેડકરનગરમાં પોતાનાં સસરાનાં બંધ મકાન પડેલ હોય જે મકાને પોતે તથા પોતાની દીકરીને રહેવા જવાની આરોપીઓએ ના પડેલ હોય જેથી ફરિયાદી પોતાના સસરાનાં મકાને જતા આ કામનાં આરોપીઓ ત્યાં આવી જઈ તેમજ ફરિયાદી સાથે બોલાચાલી કરી શરીરે મુંઢ માર મારી તેમજ આરોપી નં-રનાએ છરી બતાવી તેમજ ફરિયાદી તથા તેની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને સાહેદ અલ્કાબેનનાં ઘરે તોડફોડ કરી અલ્કાબેનને માર મારી તેમજ સાહેદ મહેન્દ્રભાઈ વાણવીનાં ઘરે પણ તોડફોડ કરી અને એકબીજાને મદદગારી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એન.વી.આંબલીયા ચલાવી રહ્યા છે.

જૂનાગઢમાં કોૈટુંબિક વિલ બનાવવા બાબતે ભાઈઓ વચ્ચે કંકાસ : ફરિયાદ નોંધાઈ
જૂનાગઢમાં કૌટુંબિક વિલ બનાવવા ભેગા થયેલા ભાઈઓ વચ્ચે ઝઘડામાં સગા ભાઈઓએ જ માર મારી ઇજાગ્રસ્ત કર્યા અંગે પોલીસ ફરિયાદ નોંધાય હતી. આ અંગે એ ડિવિઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં વાંઝાવાડ પીપળા સામેની ડેલીમાં ઉમંગ ગોરધનભાઈ પરમાર તેના ભાઈઓ મોહિત પરમાર, અભિષેકભાઇ પરમાર સાથે કૌટુંબિક વિલ બનાવવા ભેગા થયા હોય, વિલ બાબતે થયેલા ઝઘડામાં મોહિતભાઈ અને અભિષેકભાઈએ ઉમંગભાઈ અને તેની પત્નીને લાકડી વડે માર મારી ઇજાગ્રસ્ત કર્યા અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી કરી હતી.

માળીયા હાટીના તાલુકાનાં જુથળ ગામે છરી વડે હુમલો
માળીયા હાટીના તાલુકાનાં જુથળ ગામે રહેતા ફાલ્ગુનભાઈ મનસુખભાઈ સોંદરવા(ઉ.વ.ર૦)એ દીપકભાઈ માધવજીભાઈ સોંદરવા રહે.જુથળ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી તથા આરોપી વચ્ચે રૂપિયા બાબતે બોલાચાલી થતા આરોપીએ ફરિયાદીને બિભત્સ શબ્દો કહી, ઢીકાપાટુનો માર મારી અને માથાનાં ભાગે છરીનો એક ઘા મારી ઈજા પહોંચાડી તથા ઝપાઝપી દરમ્યાન ફરિયાદીનો સોનાનો ચેન રૂા.પ૦ હજારનો પડી જતા નુકશાન કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા માળીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!