વિદ્યુત સહાયક કેટેગરીનાં કર્મચારીઓનાં વિવિધ પ્રશ્ને સંતોષકારક ઉકેલ આવ્યો

0

ગુજરાત ઊર્જા સંયુકત સંકલન સમિતિ દ્વારા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈને રૂબરૂ મુલાકાત કરી વિદ્યુત સહાયક કેટેગરીના કર્મચારીઓ અને અધિકારીઓના વિદ્યુત સહાયકનો સમયગાળો જે પાંચ વર્ષ કરવામાં આવેલ હતો તેને જૂના યથાવત રાખી ૩/૨ વર્ષનો સમયગાળો કરવાની મંજૂરી આપેલ છે. આ મિટિંગમાં પ્રિન્સિપાલ સેક્રેટરી મમતા વર્મા, મેનેજિંગ ડિરેકટર જયપ્રકાશ શિવહરે, મેમ્મબર એડમીન રવિશંકર, ઊર્જા વિભાગના સેક્રેટરી મનોજ પટેલ તથા જનરલ મેનેજર રાણપરા તથા શ્રી રાય ઉપસ્થિત રહેલા હતા. ત્રણ તબક્કામાં સદર બાબતે મિટિંગ કરવામાં આવેલ હતી તથા છેલ્લે આ સંતોષ કારક ર્નિણય મેળવી શકાયેલ છે. ઉપરોકત બાબતે સંયુકત સંકલન સમિતિ દ્વારા ગુજરાત સરકાર, ઊર્જા વિભાગ અને જીયુવીએનએલ મેનેજમેન્ટ તથા પ્રમુખો ગોરધનભાઈ ઝડફીયા, ભરતભાઈ પંડ્યાનો હૃદય પૂર્વક આભાર માનવામાં આવ્યો હતો તેમ એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!