જૂનાગઢ ખાતે યુનાઈટેડ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી દ્વારા મુસ્લિમ તેજસ્વી તારલા સમારોહ સફળતાપૂર્વક યોજાયો

0

છેલ્લા ર૦ કરતા વધુ વર્ષોથી જૂનાગઢ શહેર-જિલ્લામાં શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે ખૂબ જ મહત્વનું યોગદાન આપી રહેલી અગ્રણી સંસ્થા યુનાઈટેડ એજયુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી દ્વારા જૂનાગઢ શહેરમાં ટાઉનહોલ ખાતે ર૦મો તેજસ્વી તારલા સમારોહ-ર૦રર યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભથી જ અત્રેના શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે વિદ્યાર્થી ભાઈ-બહેનો અને તેમના વાલીઓની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. આ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન નિવૃત્ત આઈજીપી એમ.એમ. અનારવાલા (આઈપીએસ)એ શોભાવ્યું હતું. એમ.એમ. અનારવાલાએ તેમના અધ્યક્ષ સ્થાનેથી કરેલા સંબોધનમાં મુસ્લિમ તેજસ્વી તારલા વિદ્યાર્થી ભાઈ-બહેનોને અભિનંદન પાઠવતા એક સંદેશો આપ્યો હતો. જેમાં તેમણે પ્રખ્યાત શેર ‘નફરતે દિલ સે મીટાઓ તો કોઈ બાત બને, પ્યાર કી શમ્આ જલાઓ તો કોઈ બાત બને.’ શેરની સાથે વકતવ્ય શરૂ કરતા કહ્યું કે, કોમની સુધારણાની સાથે માતા-પિતાનું સન્માન અનિવાર્ય છે. બાળકની સાથે સાથે માતા પણ શિક્ષિત(દીર્ઘદ્રષ્ટિ ધરાવતી) હોવી જાેઈએ. કારણ કે, એ માતા જ છે જે બાળકમાં સંસ્કારોનું સિંચન કરે છે. જે માટે તેમણે વિશ્વને અમુલ્ય આવિષ્કારોની ભેટ આપનાર વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન અને તેમની માતાના દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું હતું કે, કેવી રીતે શાળામાંથી કાઢી મુકવામાં આવેલા આ વૈજ્ઞાનિક માતાની આગવી સૂઝ અને સમજના કારણે વિશ્વ વિખ્યાત મહાન વૈજ્ઞાનિક બની શકયા. અનારવાલાએ ભારપૂર્વક કહ્યું કે, આપણે આપણી ઉપસ્થિતિ(પ્રેઝન્સ) સાબિત કરવાની છે. સારી વ્યકિત બનવાની સાથે બીજાનું ભલુ કરવાનું છે. સમાજની બીજી વ્યકિતને ફાયદો પહોંચાડવાનો છે. તમે શું કાર્ય કરી શકો છો ? તમારી ડિગ્રીના માધ્યમથી તમે શું કાર્ય કરી શકો છો તે ? મહત્વનું છે. તે માટે તેમણે દેશના દિવંગત રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામનું ઉદાહરણ આપ્યું હતું. અનારવાલાએ વિદ્યાર્થી ભાઈબહેનોનો અભ્યાસની સાથે ચાર બાબતો ખાસ ધ્યાને લેવા જણાવ્યું હતું જેમાં (૧) તરતા આવડવું જાેઈએ(સ્વીમીંગ), (ર) રસોઈ-જમવાનું બનાવતા આવડવું જાેઈએ (કુકીંગ), (૩) પ્રાથમિક સારવાર(ફર્સ્ટ એડ) અને (૪) ડ્રાઈવીંગ- વાહન ચલાવતા આવડવું જ જાેઈએ. આ ચાર બાબતો દરેક વ્યકિતને તેને રોજે રોજ પોતાના દૈનિક જીવનમાં ખૂબ જ અનિવાર્યપણે કામ આવે છે અને અતિઆવશ્યક છે. સફળ વિદ્યાર્થી બનવાની સાથે સારા માનવી પણ બનવું જરૂરી છે અને સફળ બનવા માટે તમારી જે તે ક્ષેત્રમાં ઉંચાઈ વધારવી જાેઈએ. શિક્ષણનો ઉપયોગ પ્રગતિ કરવાની સાથે બીજાની ભલાઈ માટે પણ થવો જાેઈએ. તે માટે તેમણે ખાસ કહ્યું કે, અધિકારી તેના હોદ્દા ઉપરથી નિવૃત્ત થાય છે. પરંતુ આઈએએસ/આઈપીએસ કે આઈએફએસ મટી જતો નથી. અધિકારી નિવૃત્ત થાય છે તેની કાબેલિયત કે ડિગ્રી નિવૃત્ત થતી નથી. તેમ જણાવતા અનારવાલાએ કહ્યું કે, ‘પરો કો ખોલ, આસ્મા દેખતા હૈ, ઝમીં પર બૈઠ કર કયા આસ્મા દેખતા હૈ ?’ અંતમાં અનારવાલાએ શાયરે મશરીક હઝરત અલ્લામા ઈકબાલ સાહેબની મશહુર રચના ઃ ‘સારે જહાં સે અચ્છા, હિન્દોસ્તાં હમારા, હમ બુલબુલે હૈ ઉસકી, યે ગુલિસ્તાં હમારા, મઝહબ નહીં શિખાતા, આપસ મેં બૈર રખના, હિન્દી હૈ હમ, વતન હૈ, સારા જહાં હમારા’ સાથે પોતાનું વકતવ્ય સમાપ્ત કર્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન જૂનાગઢની જાણીતી શૈક્ષણિક સંસ્થા દારૂલ-ઉલુમ-ફૈઝુર્રહેમાનના પ્રમુખ શ્રી યાકુબ સિદ્દીકીએ વિદ્યાર્થીઓને આશીર્વચન આપતા પ્રવચનમાં સમાજ સેવા, સમાજમાંથી બુરાઈઓને દૂર કરવા આહવાન કર્યું હતું. ભલાઈ, નેકી કરવા ઉપર ભાર આપતા હઝરત અલી (રદી.)ના બોધ વચનોથી શિખામણ લેવા જણાવ્યું હતું. ‘ફૂલ કા ગુલિસ્તાં મૈં ખીલના તો કોઈ બાત નહીં, ઝહે વોહ ફુલ જાે સેહરા કો ગુલિસ્તાં કર દે’ શેરની પંક્તિ સાથે પોતાનું સંબોધન સમાપ્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં અત્રેની ડો. સુભાષ યુનિવર્સિટીના સ્થાપક માણવદરના ધારાસભ્ય અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાએ પણ પ્રસંગોચિત સંબોધન કરતા શિક્ષણની અનિવાર્યતા સમજાવી હતી. તેમણે કહ્યું કે, શિક્ષણ શું કામ જરૂરી છે ? શિક્ષણ એટલે શું ? શિક્ષણ એટલે માહિતી. તેમણે કહ્યું કે, વર્તમાન સમયમાં ‘ઈડ્ઢેંઝ્રછ્‌ૈર્ંંદ્ગ’(શિક્ષણ), ‘ૈંહકર્દ્બિટ્ઠંર્ૈહ’(માહિતી) અને જ્ઞાન(દ્ભર્હુઙ્મીઙ્ઘખ્તી) આ ત્રણ બાબત અનિવાર્ય છે. અત્યારે ૈંહકર્દ્બિટ્ઠંર્ૈહ-માહિતીનો યુગ છે. તે માટે તેમને ન્ૈહ્વટ્ઠિિઅનો ઉપયોગ કરવા અને ્‌ીટંર્હ્ર્વા કરતા પણ વધુ પુસ્તકોનું વાંચન કરવા જણાવ્યું હતું. આ અંગે તેમણે દ્ભર્હુઙ્મીઙ્ઘખ્તી(જ્ઞાન)ની પરિભાષા સમજાવી હતી. તેમાં ઉરઅ, ઉરટ્ઠં, ઉરીિી, ઉરીહ, ઉર્ર શ્ ૐર્ુની પરિભાષા સમજાવતા તેને તેના પરિમાણો તરીકે દર્શાવ્યા હતા. આ તકે શ્રી જવાહરભાઈ ચાવડાએ પોતાના તરફથી એટલે કે ડો. સુભાષ યુનિ. અને ડો. સુભાષ એકેડમી તરફથી શકય તમામ સહકાર આપવાની ખાતરી આપી હતી. જ્યારે ધોરાજી મેમણ જમાતના પ્રમુખ સોહિલભાઈ સવાણીએ પોતાના આગવા અંદાજમાં ઉપસ્થિત શ્રોતાગણને સંબોધન કરતા કહ્યું કે, માનવી ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે. કોઈપણ કામમાં અભ્યાસ પહેલા તનતોડ મહેનત કરો અને પછી ઈશ્વર પાસે પ્રાર્થના કરો. સફળતા મળશે જ. સફળ બનવા માટે મહેનત જરૂરી છે. વર્તમાન યુગમાં કોઈપણ વ્યક્તિને તેના દ્ભર્હુઙ્મીઙ્ઘખ્તી અને જીૌઙ્મઙ્મ(જ્ઞાન અને કાબેલિયત)થી ઓળખવામાં આવે છે. શિક્ષણ સાથે સ્કીલ હોવું જરૂરી છે તેમ સવાણીએ જણાવ્યું હતું. આ કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુઆર્ને-પાકથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નાની બાળાઓ દ્વારા આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અનારવાલા, જવાહરભાઈ ચાવડા, ડોલરભાઈ કોટેચા, અગ્રણી ઉદ્યોગપતિ સમાજ સેવક અને આ કાર્યક્રમના આયોજક યુનાઈટેડ એજ્યુ. એન્ડ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ ઈકબાલભાઈ મારફતિયા તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શમ્આ રોશન કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમ્યાન નેશનલ કો.ઓ. એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડવલપમેન્ટ બેંકસ ફેડરેશનના ચેરમેન શ્રીમાન ડોલરભાઈ કોટેચાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરમાંથી બદલી વિદાય થયેલા ખૂબ જ લોકપ્રિય અને સેવાભાવિ અધિકારી ડીવાય એસપી પ્રદિપસિંહ જાડેજાને પણ મોમેન્ટો, શાલ અને સન્માન પત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. જ્યારે સંસ્થામાં આ કાર્યક્રમમાં ર૦ વર્ષ સુધી નિઃસ્વાર્થભાવે સેવા આપનાર મર્હૂમ અ.રશીદ મુન્શીના પરિવારજનોને પણ મોમેન્ટો અર્પણ કરી. મર્હૂમ અ.રશીદ મુન્શીને યાદ કરવામાં આવ્યા હતા. તેમજ વિશેષ અભ્યાસ માટે અમેરિકાની ટોચની કોલેજમાં સ્કોલરશીપ સાથે એડમિશન મેળવનાર હોનહાર વિદ્યાર્થિની યાસ્મીનનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કુ.યાસ્મીન વતી તેમના માતા-પિતા પૂર્વ પ્રિન્સિપાલ સલીમભાઈ બારેજીયાએ સન્માનપત્ર સ્વીકાર્યું હતું. જ્યારે તાજેતરમાં સીએની પરીક્ષા ઉત્તીર્ણ કરનાર મુસાણી મોહયુદ્દીનનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જીપીએસસીની પરીક્ષા પાસ કરી અધિકારી તરીકે નિમણુંક મેળવનાર અન્સારી રઈસઆલમ અકબરહુસેન તેમજ તાજેતરમાં જ એમ.ફીલની ડિગ્રી મેળવનાર કુ.મુનીરા હારૂનભાઈ વિહલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ડો.હારૂનભાઈ વિહળ અત્રેની વાલીએ-સોરઠ હાઈસ્કૂલના આચાર્ય છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. હારૂનભાઈ વિહળ અને જનજાગૃતિનું કાર્ય કરતી એનજીઓના અલ્તાફભાઈ કુરેશીએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના કાર્યકર્તા શફીભાઈ દલાલ, અસ્ફાકભાઈ મારફતિયા, અસીમભાઈ મારફતિયા, એન્જિનિયર ઈસ્માઈલભાઈ દલ, આસીફ મારફતિયા, સાજીદભાઈ વીધા, મો.અલી શેખ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં ડો. ફીરોઝભાઈ શેખ, ડો.સિરાજ મુન્શી, ડો.કે.પી. ગઢવી, અશરફભાઈ વીધા, ડો.બકુલ બુચ, હુસેનભાઈ લાખા, મનસુખભાઈ વાજા, કોર્પોરેટર અદ્રેમાનભાઈ પંજા, કોર્પોરેટર રજાકભાઈ હાલા, અઝીઝભાઈ સોરઠિયા, રઝાકભાઈ માહિડા, હનીફભાઈ જેઠવા, કાદરી બાપુ, લતીફ બાપુ કાદરી, એસ.આઈ. બુખારી, સફીભાઈ સોરઠિયા, અકીલભાઈ પારેખ વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!