Tuesday, May 30

ભવનાથ ક્ષેત્રમાં સિંહના ટોળાનો વીડિયો વાયરલ દામોદર કુંડથી અશોક શિલાલેખ સુધી સિંહની લટાર

0

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ સહિતનાં વિસ્તારોમાં અવાર-નવાર જંગલનાં રાજા વનરાજનાં આંટાફેરા થતા હોવાનાં અહેવાલો અવાર-નવાર વહેતા થતા હોય છે. આ વિસ્તારમાં ગિરનારનાં જંગલ ક્ષેત્રોમાં પણ વનરાજએ દેખા દીધી હોવાનાં બનાવો બની રહ્યા છે. કયારેક એકલ-દોકલ કે કયારેક સમુહમાં સિંહ જાેવા મળે છે. આ દરમ્યાન ભવનાથમાં સિંહના ટોળાનો લટાર મારતો વીડિયો વાયરલ થયો છે. એક સાથે ચાર સિંહ લટાર મારતો વીડિયો વાયરલ થયો છે. દામોદર કુંડથી અશોક શિલાલેખ સુધી સિંહો લટાર મારતા જાેવા મળ્યા હતા. બે સિંહણ બે બાળ સિંહ સાથે લટાર મારતા કેમેરામાં કેદ થયા હતા.

error: Content is protected !!