દ્વારકામાં ચોરાઉ મોટરસાયકલ સાથે બે શખ્સો ઝડપાયા

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા એસઓજી પોલીસ દ્વારા ગઈકાલે મંગળવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન દ્વારકાના સુદામા સેતુ વિસ્તારમાંથી ચોક્કસ બાતમીના આધારે નંબર પ્લેટ વગરના પસાર થતા એક મોટરસાયકલ ઉપર નીકળેલા બે શખ્સોને અટકાવી, પોલીસે પૂછપરછ કરતા આ મોટરસાયકલ ઉપર જઈ રહેલા દ્વારકામાં રહેતા જતીન પ્રતાપભાઈ વાઢેર અને રણછોડ ગૌશાળાની બાજુમાં રહેતા શુભમ વિનોદભાઈ મોદી નામના બે શખ્સો પાસે રહેલું નંબર પ્લેટ વગરનું આ મોટરસાયકલ ચોરીનું હોવાનું કબુલતા પોલીસે હાલ ઉપરોક્ત મોટરસાયકલને શક પડતી મિલકત તરીકે કબજે કરી, ઉપરોક્ત બંને શખ્સોની અટકાયત કરી હતી. પોલીસની પૂછપરછમાં ઉપરોક્ત મોટરસાયકલ જામનગરમાં બસ સ્ટેશન સામેની શેરીમાંથી ચોરી કર્યાની તેઓએ કબુલાત આપી હતી. આથી એસ.ઓ.જી. પોલીસે વધુ કાર્યવાહી અર્થે ઉપરોક્ત બંને શખ્સોનો કબજાે દ્વારકા પોલીસને સોંપ્યો છે.

error: Content is protected !!