Wednesday, March 29

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારી ગ્રાહક અને ધીરાણ સહકારી મંડળી દ્વારા નિવૃત્ત અધ્યાપકોનું ગરીમાપૂર્ણ સન્માન અને વાર્ષિક સાધારણસભા સંપન્ન

0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારી ગ્રાહક અને ધીરાણ સહકારી મંડળીની વાર્ષિક સાધારણસભા તા.૨૦-૯-૨૦૨૨ના રોજ અંગ્રેજી ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વ્યાસ સેમિનાર હોલમાં સંપન્ન થઈ હતી. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગિરીશભાઈ ભીમાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મુખ્ય અતિથિ વિશેષ તરીકે આર.ડી.સી. બેંકના સિનિયર ડિરેક્ટર અરવિંદભાઈ ત્રાડા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો આરંભ પ્રાર્થનાથી થયો હતો ત્યારબાદ મહેમાનોએ દીપ પ્રાગટય કર્યું હતું. મંચસ્થ મહેમાનોનું શાબ્દિક સ્વાગત મંડળીના પ્રમુખ ડો. જયદીપસિહ કે. ડોડિયાએ કર્યું હતું. ડો. ગિરીશભાઈ ભીમાણીએ અધ્યક્ષીય ઉદબોધનમાં સેવા, સંપ અને સહકારથી ચાલતી આ મંડળી હજુ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. તેમજ જ્યાં પણ તેમના માર્ગદર્શન કે કોઈ જરૂરિયાત અંગે તેમણે હંમેશાં સાથે રહેવા અંગેની ખાતરી આપી હતી. સહકારક્ષેત્રે કાર્યરત આ સંસ્થા વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે પણ કાર્યરત થાય તેવું દિશાસૂચન તેમણે કર્યું હતું. અધ્યક્ષના ઉદબોધન બાદ મંડળીના મંત્રી ડો. વી.જે. કનેરિયાએ હિસાબ રજૂ કર્યા હતા. કાર્યક્રમના બીજા દોરમાં નિવૃત્ત અધ્યાપકો ડો. મિહિર જાેશી પૂર્વ અધ્યક્ષ ભૌતિકશાસ્ત્રભવન, ડો. એચ.એન. પંડયા પૂર્વ અધ્યક્ષ ઈલેક્ટ્રોનિક્સ ભવન, ડો. વર્ષાબહેન ત્રિવેદી બાયોસાયન્સ ભવન વગેરેનું શાલ ઓઢાડી અને સ્મૃતિ ચિહ્ન આપી ગરીમા પૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સુચારૂ સંચાલન ડો. યોગેશ જાેગસણે કર્યું હતું તેમજ કાર્યક્રમનું આભારદર્શન ઉપપ્રમુખ ડો. જે.એ. ભાલોડિયાએ કર્યું હતું. આ કાર્યક્રમમા મંડળીના સ્થાપક પ્રમુખ ડો. યુ.વી. મણવર અને પૂર્વપ્રમુખ ડો. ગિરીશ ત્રિવેદી તથા નિવૃત્ત અધ્યક્ષ ડો. હિરેન જાેશી તથા કારોબારી હોદ્દેદારો સહિત બહોળી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં ઉપસ્થિત મહેમાનોને ડો. બાબાસાહેબ ચેરના નિયામક પ્રો. ડો. રાજાભાઈ કાથડ દ્વારા પ્રાપ્ત પુસ્તકપુષ્પથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!