ખંભાળિયામાં નવરાત્રી પર્વે વીજ વિક્ષેપ ન થાય માટે રજૂઆત

0

આદ્ય શક્તિની આરાધના અને હિન્દુઓના પાવન પર્વ નવરાત્રીનો પ્રારંભ આગામી સોમવારથી થઈ રહ્યો છે, ત્યારે ખંભાળિયામાં નવરાત્રીના દિવસો દરમ્યાન સાંજે મંદિરોમાં આરતી તેમજ રાત્રે પરંપરાગત ગરબીમાં બાળાઓ ગરબા રમતી હોય છે. આ દરમ્યાન વીજ પુરવઠો ન ખોરવાય તે માટે આગોતરા પગલાં લેવા માટેની રજૂઆત વીજ તંત્રને કરવામાં આવી છે. આ માટેનું જરૂરી સમારકામ પૂર્ણ કરી, વીજ વિક્ષેપ ન સર્જાય કે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ખાસ તકેદારી રાખવા ખંભાળિયા શહેર ભાજપ મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર દ્વારા પીજીવીસીએલના શહેરના નાયબ ઇજનેર આર.એસ. ગોસ્વામીને લેખીત રજુઆત કરી હતી.

error: Content is protected !!