જૂનાગઢમાં ર૫ સપ્ટેમ્બરનાં રોજ યુવા ભાજપ દ્વારા રન ફોર ડેવલોપમેન્ટ મેરેથોન દોડ યોજાશે

0

જૂનાગઢ શહેરમાં ભારતીય જનતા પાર્ટીનાં યુવા મોરચા દ્વારા એક આવકારદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરને વિકાસની નવી દિશમાં આગળ લઈ જવા માટેનાં પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યારે રન ફોર ડેવલોપમેન્ટનાં કાર્યક્રમનું આયોજન થયું છે.
મિડિયા વિભાગ સંજય પંડ્યાની અખબારી યાદી જણાવે છે કે, આગામી તારીખ ૨૫ સપ્ટેમ્બરનાં રોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સુચનાથી જૂનાગઢ મહાનગર યુવા મોરચા દ્વારા પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન હેઠળ રન ફોર ડેવલપમેન્ટ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેરેથોન દોડ ૨૫ સપ્ટેમ્બર રવિવારે સવારે ૫ઃ૩૦ કલાકે બહાઉદ્દીન કોલેજથી પ્રસ્થાન કરી મોતીબાગ, સરદારબાગ, ઝાંસીની રાણી સર્કલથી ફરી મોતીબાગ અને ત્યાંથી બહાઉદ્દીન કોલેજમાં સમાપન થશે. આ દોડમાં જાેડાનારા તમામ સ્પર્ધકોને ભાજપા દ્વારા ટીશર્ટ આપવામાં આવશે. આ મેરેથોન દોડ યુવા મોરચાના પ્રમુખ મનન અભાણી, મહામંત્રી વિનસ હદવાણી, અભય રીબડીયાના નેતૃત્વમાં યોજાશે. આ મેરેથોન દોડને સફળ બનાવવા માટે વનરાજ સુત્રેજા, રૂષિકેશ મર્થક, તેજસ જાેષી, રવિ રૈયાણી, પરાગ રાઠોડ, સંજય રૂઘાણી, અનિલ પરમાર, આકાશ દવે, પ્રિતેશ અપારનાથી, પિયુષ ગઢવી સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. મેરેથોન દોડમાં જાેડાવવા માટે મો.૯૭૧૪૩૧૦૦૨૫, ૯૮૯૮૯૯૭૯૬૪, ૮૮૮૦૯૧૧૧૧૧ ઉપર
સંપર્ક કરવા જણાવાયું છે.

error: Content is protected !!