જૂનાગઢમાં ક્રિકેટની મેચ ઉપર સટ્ટો રમવા અંગે પોલીસે ત્રણ સામે કાર્યવાહી કરી છે. મધુરમ વિસ્તાર મંગલધામ નજીક સિધ્ધેશ્વર ટેનામેન્ટ પાસે બનેલા બનાવ અંગે સી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે. સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ કરણસિંહ દેવાભાઈએ આશિષ શાંતિલાલ તન્ના (ઉ.વ.૩૩) મંગલધામ-૩, સિધ્ધેશ્વર ટેનામેન્ટ બ્લોક નં.ર, મહીમન ઉર્ફે મહિપત દિપકભાઈ આચાર્ય (ઉ.વ.ર૯) મધુરમ સાંઈબાબા વાળી શેરી બ્લોક નં.૮૩, હાજર નહી મળી આવેલ અશોક રામ રહે. જૂનાગઢ વાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આ કામનાં આરોપી નં.૧ તથા ર જાહેર રોડ ઉપર આરોપી નં.૧ આશિષનાં કબ્જા હવાલાનાં મોબાઈલ ફોનમાં ચાલી રહેલ કેરેબીયન ક્રિકેટ લીગમાં બાર્બાડોઝ રોયલ્સ અને એસટીકિટસ એન્ડ નેવીસ પેટ્રીઓટની વચ્ચે રમાતી લાઈવ ક્રિકેટ મેચમાં ગૂગલ ક્રોમની અંદર બેટીંગ કરી ક્રિકેટ સટ્ટાની આઈડી ચાલુ હોય જે આરોપી નં.૧ની નામની આઈડીમાં હારજીતનાં ક્રિકેટ સટ્ટા બેટીંગનાં રૂા.રપ૦૦નાં સોદા કરી અને પાછળથી હવાલા દ્વારા નાણાંની આપ-લે કરી મોબાઈલ ફોન-૧ રૂા.૧૦ હજારનાં મુદામાલ સાથે મળી આવેલ તેમજ મોબાઈલ ફોનમાં ક્રિકેટ સટ્ટાનાં સોદા નાખવા માટે એપ્લીકેશનમાં ઓનલાઈન સોદાઓ કરવા ક્રિકેટ સટ્ટાની ઓનલાઈન લિંક મોબાઈલ નં. હાજર નહી મળી આવેલ અશોક રામ રહે. જૂનાગઢ વાળાએ વ્યવસ્થા કરી આપી હોવાનું બહાર આવેલ આમ ક્રિકેટ મેચનાં હારજીતનાં સટ્ટા જુગાર અંગે સી ડીવીઝન પોલીસે ત્રણ શખ્સો સામે કાર્યવાહી કરી છે. વધુ તપાસ હેડકોન્સ્ટેબલ એ.એમ. સિસોદીયા ચલાવી રહયા છે.
માણાવદરનાં લીંબુડા ગામે તળાવમાં ન્હાવા જતાં ડુબી જવાથી મૃત્યું
માણાવદર તાલુકાના લીંબુડા ગામનાં મોહિતભાઈ સુરેશભાઈ રાઠોડ (ઉ.વ.૧૩) લીંબુડા ગામનાં તળાવમાં ન્હાવા જતાં અકસ્માતે ઉંડા પાણીમાં ડુબી જતાં તેનું મૃત્યું થયું છે. બાંટવા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
માણાવદરનાં વાડાસડા ગામે શેઠે પૈસા આપવાની ના પાડતા ઝેરી દવા પીતા મૃત્યું
માણાવદર તાલુકાનાં વાડાસડા ગામેબનેલા બનાવમાં સવિતાબેન લાખાભાઈ બાટા (ઉ.વ.પપ) એ ઝેરી દવા પી લીધેલ છે અને જીવનનો અંત આણેલ છે. આ બનાવમાં એવું બહાર આવેલ કે, મૃતકે વાડાસડા ગામે મગનભાઈ દેવશીભાઈ માકડીયાનું ત્રીજા ભાગે ભાગીયું રાખેલ અને ખર્ચાનાં દર માસે રૂા.પ૦૦૦ દેવાનું નકકી કરેલ હોય અને ઘર ખર્ચ માટે આ પૈસા માંગતા શેઠે પૈસા આપવાની ના પાડતા લાગી આવતા પોતાની મેળે ઝેરી દવા પી જતાં તેનું મૃત્યું થયું છે.