હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા મુંબઈમાં એવોર્ડ અર્પણ સમારોહ યોજાયો

0

હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા મુંબઈમાં ચોપાટી ખાતેના ભારતીય વિદ્યાભવન સ્થિત ગીતા મંદિર હોલમાં હરીન્દ્ર દવે સ્મૃતિ એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં મોરારિબાપુના હસ્તે કલા કક્ષા ક્ષેત્રે મનહર ઉધાસ, પત્રકારત્વ ક્ષેત્રે કેતન મિસ્ત્રી અને સાહિત્ય ક્ષેત્રે નીતિન વડગામાને હરીન્દ્ર દવે સમૃતિ પારિતોષિક આપવામા આવ્યા હતા. આ પ્રસંગે મોરારિબાપુએ પોતાના વકત્વયમાં જણાવ્યું કે, કવિને એક પ્રથમ દ્રષ્ટિએ એક ભાવુક કે શ્રોતા તરીકે જાેઈએ તો એવું લાગે કે કવિ તેની પીડા રજૂ કરે છે. કવિ કે લેખકના સર્જન જ્યારે પણ અખબારોમાં છપાય છે ત્યારે કંઈક સન્માનિય પ્રોત્સાહન મળતા હોય છે પરંતુ જ્યારે સર્જકના શબ્દોને સરસ રીતે સંગીત કે તાલબદ્ધ કરવામાં આવે અને અવાજમાં પીરસવામાં આવે ત્યારે ચાર્જ પુછવામાં નથી આવતો અને ત્યારે જે પીડા લાગે છે કે મારા અલ્ફાઝ સસ્તા થયા. મને એમ લાગે છે કે અને હું જે જાણી શક્યો છું કે કવિ કહે એમ છે કે સસ્તા થયા અમારા શબ્દો એટલે કે એમ કહેવા માંગે છે એનું કોઈ મૂલ્ય જ નથી. શબ્દોએ માત્ર વ્યાકરણથી જાેડાયેલા નથી પરંતુ શબ્દોને કવિ કે સર્જક આધ્યાત્મ સાથે જાેડતા અને બ્રહ્મ સાથે આ એક સાધના છે, મોટો શબ્દ યજ્ઞ છે. સ્વગીર્ય કવિ હરિન્દ્ર દવે વિષે તેઓએ કહ્યું કે, તેઓ સાથે ઘનિષ્ઠ પરિચય રહ્યો અને મારી પ્રસન્નતાનું કારણ એ છે કે તેઓ ઓછા બોલા, સંકોચ એમનો સ્થાયીભાવ. મોરારિબાપુએ વધુમાં પોતાના વિચારો રજૂ કરતા કહ્યું કે, અસ્ત ન થાય ત્યાં સુધી વ્યસ્ત રહેવું અને મસ્ત રહેવું. આ પ્રસંગે ગાયક મનહર ઉધાસ, પત્રકાર કેતન મિસ્ત્રી અને સાહિત્યકાર નીતિન વડગામાએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના ચેરમેન નવીનભાઈ દવે તેમજ અન્ય ટ્રસ્ટીઓમાં રોહિત પટેલ, કુન્દન વ્યાસ, રમેશ પુરોહિત, હિતેન આનંદપરા, ગોપાલ દવે, સ્નેહલ મુઝુમદાર અને મુકેશ જાેશી પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સ્નેહલ મુઝુમદારે કર્યુ હતું અને કાર્યક્રમમાં વિશેષ પ્રસ્તુતિ રૂપે ગીતપાઠ રાઘવ દવે કર્યુ હતું.

error: Content is protected !!