સોમવારથી શકિતની આરાધનાનાં પર્વ નવરાત્રીનો પ્રારંભ : ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ

0

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આગામી નવરાત્રી મહોત્સવને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જાેવા મળી રહયો છે તો બીજી તરફ ગરબી મંડળોનાં સંચાલકો, આયોજકો દ્વારા નવરાત્રી મહોત્સવને ભવ્યાતિભવ્ય બનાવવા માટે તડામાર તૈયારી ચાલી રહી છે અને તેને આખરી ઓપ આપવામાં આવી રહયો છે.
શકિતની આરાધનાનું પર્વ એવા આસો માસનાં નવરાત્રીને હવે ગણતરીનાં કલાકો જ બાકી રહયા છે. આગામી સોમવારે નવરાત્રીનો મંગલમય પ્રારંભ થઈ રહયો છે ત્યારે નવરાત્રી દરમ્યાન જૂનાગઢ સહિત રાજયનાં તમામ શહેરો – ગામોમાં નવરાત્રીની ઉજવણી માટે પ્રાચીન – અર્વાચીન રાસ ગરબાનાં કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. નવરાત્રીનાં દિવસો હોય એટલે માતાજીની આરાધના તો થાય જ તેમજ મંદિરોમાં પણ સવારથી જ પૂજન અર્ચન સહિતનાં કાર્યક્રમો યોજાતા હોય છે.
આ ઉપરાંત ધામિર્ક સ્થળોએ અનુષ્ઠાનનાં કાર્યક્રમો પણ થતા હોય છે. આ સાથે જ શહેરો અને ગામોમાં આવેલા ચોકમાં નાની-નાની ગરબીઓ થતી હોય અને માતાજીનો મંડપ પધરાવી અને નાની બાળાઓનાં રાસ ગરબા યોજાતા હોય છે. આ રાસ ગરબાનાં કાર્યક્રમો નિહાળવા એ પણ એક લ્હાવો છે.
આજે ડીજીટલ યુગમાં રાસ ગરબાનાં કાર્યક્રમો ભવ્યાતિ ભવ્ય થઈ રહયા છે. જૂનાગઢની જ વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં દર વર્ષે સોસાયટી અને શેરીઓમાં થતી રપ૦થી વધુ ગરબીઓ આ વર્ષે પણ થવાની છે. સાથે જ વિવિધ જ્ઞાનિ – સમાજાે દ્વારા ભવ્ય સેટીંગ સાથે આધુનીક દાંડીયા રાસનાં આયોજનો પણ હોંશ પુર્વક કરવામાં આવ્યા છે અને તૈયારી ચાલી રહી છે. બજારોમાં પણ નવરાત્રીને અનુરૂપ ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહયું છે.
ખેલૈયાઓ દ્વારા દાંડીયા રાસ રમવા માટે ખાસ વસ્ત્રો પરીધાનની ખરીદી કરી લીધી છે. આ વર્ષે ટેટુનો પણ ખાસ ક્રેઝ છે. આધુનિક દાંડીયાનાં આયોજનોમાં દરરોજ રાત્રીનાં રમાતા રાસ ગરબામાં પ્રિન્સ – પ્રિન્સેસની પસંદગી કરી અને તેઓને નવાઝવામાં આવતા હોય છે. આમ નવરાત્રીને લઈને ખેલૈયાઓ તેમજ આયોજકોમાં અને લોકોમાં ભારે ઉત્સાહ સાથે નવરાત્રી પર્વ ઉજવવા થનગનાટ જાેવા મળી રહયો છે.

error: Content is protected !!