ગીર-સોમનાથ જિલ્લા એલસીબી પીઆઇ તરીકે અજીતસિંહ ચાવડાએ ચાર્જ સંભાળ્યો

0

ગીર-સોમનાથ જિલ્લા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નવનિયુક્ત કરાયેલા એસ. ચાવડાએ વિધિવત ચાર્જ સંભાળ્યો છે. મૂળ કેશોદના પાણખાણના વતની અને તારીખ ૨૫-૯-૧૯૮૬ના રોજ જન્મેલા તેઓએ બીએસસીપરીક્ષા પાસ કરી રાષ્ટ્ર સેવા માટે ૨૦૧૦થી ગુજરાત પોલીસ દળમાં જાેડાયા હતા. જામનગર, અમદાવાદ ક્રાઈમ, આણંદ વિજિલન્સ, રાજકોટ સહિત મહત્વના મહાનગરોમાં સફળતમ કામગીરી બજાવેલ છે. તેઓનો તારીખ ૨૫ સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ હોય ત્યારે સમગ્ર પોલીસ સ્ટાફ તેમજ પત્રકારોએ હાર્દિક શુભેચ્છા આપી હતી. તાજેતરમાં ચાર્જ સંભાળતા જ વી.વી. આઈ.પી. બંદોબસ્ત, અણઉકેલ ગુનાઓ શોધવા સહિતની કામગીરી જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ સફળતાથી બજાવી.

error: Content is protected !!