સરકારી આયુર્વેદિક દવાખાનું લોએજ દ્વારા આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો

0

સરકારી આયુર્વેદિક દવાખાના લોએજ દ્વારા રહીજ મુકામે આયુર્વેદિક સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. તેમાં લોએજ સરપંચ રવિભાઈ નંદાણીયા, રહીજ ગામના સરપંચ અનિલાબેન ભરતભાઈ રામ, ભરતભાઈ રામ, ઉપસરપંચ પ્રતાપ બાપુ, ગોવિંદભાઈ ચોચા, કેતનભાઇ વાળા, જમનાવડ દાદાના ભુવાશ્રી, ગ્રામજનો હાજર રહ્યા હતા. કેમ્પમાં જૂનાગઢ જિલ્લાના ખ્યાતના ડોક્ટરોએ સેવા આપી હતી. અંદાજિત અઢીસો દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. લોએજ મુકામે સરકારી આયુર્વેદિક દવાખાનું કાર્યરત છે. આજુ- બાજુના ગામના દર્દીઓને વધુમાં વધુ લાભ લેવા સરપંચ રવિભાઈ લક્ષ્મણભાઈ નંદાણીયાએ અનુરોધ કર્યો છે.

error: Content is protected !!