Monday, December 4

રતિદાદાનાં આશ્રમ કેશોદ ખાતે પધારતા ભાઈશ્રી

0

ગિરનારી સાધક પૂ. રતીદાદાનાં કેશોદ સ્થિત આશ્રમ જય જગન્નાથ ખાતે પ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂ. રમેશભાઈ ઓઝાએ પધરામણી કરી હતી. આ તકે હિંમાશુભાઈ જાેષી દ્વારા તેમનું પરંપરાગત રીતે શાસ્ત્રોકતવિધીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂ. ભાઈશ્રી પૂ. રતિદાદાની સાધના કુટીરમાં બેસી ધ્યાનસ્થ થયા હતાં તેમણે ખુબ શ્રધ્ધાભાવથી રતિદાદાની સાધના સ્મરણને વાગોળી હતી. પૂ. ભાઈશ્રીની પધરામણી વખતે કેશોદ સ્થિત પૂ. દાદાનાં સેવકો ખુબ ભાવથી ઉપસ્થિત રહયા હતાં. આ સમયે પૂ. રતિદાદા વિષેનાં પુસ્તકો ભાઈશ્રીને અર્પણ કરવામાં આવ્યા હતાં. ભાઈશ્રી દ્વારા રતિદાદાને ખુબ ભાવથી યાદ કરી સ્મરણાંજલી અર્પી હતી.

error: Content is protected !!