ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા પંડીત દીનદયાળ ઉપાધ્યાયજીની ૧૦૬મી જન્મજયંતિ ઉજવવામાં આવી

0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના દરેક વોર્ડમાં તથા મહાનગરનાં મુખ્ય કાર્યાલય ખાતે પંડીત દીનદયાળ ઉપાધ્યાયજીની ૧૦૬મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ જૂનાગઢ મહાનગરનાં દરેક વોર્ડમાં નિહાળવામાં આવ્યો હતો. કાર્યાલય ખાતે મહાનગર પ્રમુખ પુનિતભાઇ શર્મા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, ભાજપા અગ્રણી નીરૂબેન કાંબલીયા, પુર્વ મેયર આધ્યાશક્તિબેન મજમુદાર, પલ્લવીબેન ઠાકર, યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ હાર્દિકસિંહ ડોડીયા, મહાનગર યુવા મોરચાના પ્રમુખ મનન અભાણી મહામંત્રી વિનસ હદવાણી અભય રીબડીયા મહિલા મોરચાના પ્રમુખ જ્યોતિબેન વાડોલીયા મહામંત્રી ભાવનાબેન વ્યાસ શિતલબેન તન્ના તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમ મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે.

error: Content is protected !!