વેરાવળના ખારવાવાડમાં જર્જરિત મકાન ધરાશાયી, ફાયરટીમે મહિલાને બચાવી

0

વેરાવળના મચ્છી માર્કેટ, રાયલી ગોદામ, ખારવાવાડ પાસે જર્જરિત મકાન પડવાથી એક મહિલા તેના કાટમાળ હેઠળ દબાયા હતાં. આ ઘટનાની જાણ વેરાવળ ફાયર ટીમને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મહિલાને હેમખેમ ઉગાર્યા હતા અને જગ્યાને કોર્ડન કરી વધુ કોઈ જાનહાની ન થાય તે અંગેના જરૂરી પગલાઓ લીધા હતા. આ ઘટનાની વિગત અનુસાર સાંજના સમયે આશરે ૫ઃ૪૩ કલાકે તુલસીભાઈ ગોહીલે ફાયરબ્રિગેડને ફોન કરી જણાવ્યું હતું કે, મચ્છી માર્કેટ ખારવાવાડ રાયલી ગોદામ પાસે જર્જરિત મકાન પડ્યું છે. જેમાં એક મહિલા દટાઈ ગયા છે. જેથી સ્ટેશન ફાયર ઓફિસર રવિરાજ ચાવડા અને તેમની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને બચાવકાર્ય હાથ ધર્યુ હતું. બિસ્માર હાલતમાં રહેલ ગોડાઉન મકાન જૂનું અને જર્જરિત હતું. જેના કાટમાળ હેઠળ લક્ષ્મીબહેન ધનસુખભાઈ લોઢારી નામના મહિલા દબાઈ ગયાં હતાં. ફાયરટીમે આ મહિલાને હેમખેમ ઉગારી તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતાં. જે પછી ગોડાઉનના બંને દરવાજા બંધ કરી આજુ-બાજુના સ્થાનિકોને સાવચેત કર્યા હતાં. તાત્કાલીક અસરથી કરાયેલા આ બચાવકાર્યની કામગીરીમાં ફાયરમેન સુનીલભાઈ ચુડાસમા, ડાભી મયંક, રોહિત વન્સ, વિક્રમ ખટાણા તેમજ જીતેશ ભરડવા સાથે એમ્બ્યુલન્સ ડ્રાઇવર સંજયભાઈ અને લાલાભાઈ સહિતના કર્મચારીઓ જાેડાયા હતાં. જેમની કુશળતા અને ત્વરિત કામગીરીને સ્થાનિક લોકોએ બીરદાવી હતી.

error: Content is protected !!