વિસાવદર ખાતે કનુભાઈ ભાલાળા વિદેશ પ્રવાસેથી પરત ફરતા કાર્યકરો અને આગેવાનો દ્વારા સ્વાગત

0

ગઈકાલે છેલ્લા દોઢ માસથી વિદેશ પ્રવાસે ગયેલ પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળા વિસાવદર વતનમાં પરત ફરતા કાર્યકરો અને આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યકરો દ્વારા એવી વેદના પણ સાંભળવામાં આવી હતી કે આ વખતે આપણી વિસાવદર વિધાનસભાની સીટ ઉપર સ્થાનીક ઉમેદવારને જ ટીકીટ મળવી જાેઈએ. જાે ભાજપ દ્વારા આયાતી ઉમેદવાર કે પછી પક્ષ પલ્ટુને ટીકીટ આપવામાં આવશે તો પાર્ટીને આ વખતે પણ આ ભાજપના ગઢ સમાન સીટ ગુમાવવી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા બે વખત બહારનાં ઉમેદવારો ભરતભાઈ પટેલ અને બીજી વખત કિરીટભાઈ પટેલ જંગી લીડથી હારી ચુકયા છે. ઉપરોકત પ્રસંગે ધનશ્યામભાઈ સાવલીયા, વિરેન્દ્રભાઈ સાવલીયા, માજી ધાાસભ્ય પોપટભાઈ રામાણી, ભાસ્કરભાઈ જાેષી, ગફારભાઈ, બીપીનભાઈ રામાણી, શંભુભાઈ જાલાવડીયા, મનુભાઈ પદમાણી તેમજ મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકરો ઉપસ્થિત રહયા હતાં.

error: Content is protected !!