સ્વ. ડો. મિલાપસિંહ પઢીયારની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી નિમિત્તે જૂનાગઢ ખાતે નેત્રરોગ તેમજ અન્ય રોગ નિદાન કેમ્પ યોજાયો

0

શ્રી ગાયત્રી શકિત પીઠ પરીવાર દ્વારા નેત્રરોગ તેમજ અન્ય રોગ નિદાન અને સારવારનો કેમ્પ તા. ર૪ સપ્ટેમ્બરનાં રોજ યોજાયેલ હતો. આ સમગ્ર કેમ્પ સ્વ. મિલાપસિંહ પઢીયારની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે મહેન્દ્રસિંહ પઢીયાર, યોગેન્દ્રસિંહ પઢીયાર, નરેન્દ્રસિંહ પઢીયાર તેમજ સમગ્ર પઢીયાર પરીવાર તરફથી અનુદાનિત કરવામાં આવેલ હતો. આ તકે વિવિધ અગ્રણીઓ નાફકાર્ડ અને ગુજરાત ખેતી બેંકનાં ચેરમેન ડોલરભાઈ કોટેચા, ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, ભરતભાઈ ગાજીપરા, ભાજપ બક્ષીપંચ મોર્ચાનાં પ્રદેશ ઉપાધ્યક્ષ જે.કે. ચાવડા, ગાયત્રી શકિત પીઠનાં ટ્રસ્ટીઓ નાગબાપુ વાળા, વ્યાસભાઈ, અશોકભાઈ ભટ્ટ, ગ્રેઈન મરચન્ટ એસો.નાં પ્રમુખ રાજુભાઈ જાેબનપુત્રા, કોર્પોરેટર એભાભાઈ કટારા, ડીજીપી નિરવભાઈ પુરોહિત, ભારતીય મજદુર સંધના નવનીતભાઈ શાહ, વિમલભાઈ ત્રિવેદી, કારડીયા રાજપુત સમાજના અગ્રણીઓ ઉમેદસિંહ રાઠોડ, માવસિંભાઈ બારડ, સત્યમ સેવાનાં મનસુખભાઈ વાજા તેમજ સામાજીક અગ્રણી ગીતાબેન મહેતા વગેરે ઉપસ્થિત રહયા હતાં. તેમજ જીલ્લા આર્યુવેદીક અધિકારી ડો. વાળા, ડો. વઢવાણા અને તેમની ટીમ, ડો. કરંગીયા એમ.એસ. સર્જન સિવીલ હોસ્પીટલ, સેવાભાવી દંત શાસ્ત્રી ડો. હેતલબેન સોલંકી, એકયુપ્રેશર નિષ્ણાંત ડો. હિરેન ભટ્ટ દ્વારા આ કેમ્પમાં માનદ સેવા પ્રદાન કરેલ હતી. સાથો સાથ આ કેમ્પ દ્વારા ર૯ દર્દીઓને મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન માટે વિરનગર મોકલવામાં આવેલ હતાં. આ ઉપરાંત લગભગ ર૭પ જેટલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલ હતો. આ બધા દર્દીઓ તેમજ તેમની સાથે આવેલ લોકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવેલ હતી. આ ઉપરાંત પર્યાવરણની જાળવણી માટે દરેક દર્દીઓને ફુલઝાડનાં રોપાઓનું વિતરણ પણ કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં હાજરી અને સેવા આપવા બદલ ગાયત્રી શકિત પીઠ તેમજ પઢીયાર પરીવાર તરફથી જયસિંહ પઢીયાર દ્વારા દરેક લોકોનો અભાર વ્યકત કરાયેલ હતો.

error: Content is protected !!