રાહુલ ગાંધીના ૮ વચનો સાથે વંથલી કોંગ્રેસના હોદ્દેદારો જનતા દરબારમાં : ચુંટણી પ્રચારના શ્રીગણેશ

0

વંથલી શહેર તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ભારતીય યુવાઓનાં આદર્શ રાહુલ ગાંધી દ્વારા અપાયેલ આઠ વચનોનાં પ્રચાર પ્રસાર અર્થે જનતા દરબારમાં પહોંચ્યા છે. ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી અને રાજસ્થાન સરકારના પૂર્વ આરોગ્ય મંત્રી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રદેશ મોવડી મંડળની સુચનાનુસાર ચલો બુથ કી ઔર, મારૂ બુથ મારૂ ગૌરવ કેમ્પેઇન સફળ બનાવવા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી હરીભાઈ કણસાગરાનાં નેતૃત્વમાં વંથલી કોંગ્રેસના શહેર પ્રમુખ ઈરફાન શાહ, તાલુકા પ્રમુખ મનસુખ પાડલીયા, મુકેશ ચોહાણ, શિરાઝ વાઝા, રમેશ વાણવી, હાશમ સાંધ, અજય વાણવી, અદનાન ડામર, રફિકશા સર્વદી, તોશિફ અઝીઝ, કિશન ડોબરીયા સહિત નગર પંચાયત, તાલુકા પંચાયતના ચુંટાયેલા સભ્યો અને કાર્યકરો દ્વારા વંથલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર ઘરે ઘરે ફરી રાહુલજી આઠ વચનોથી વાકેફ કર્યા હતા અને મોંઘવારી, બેરોજગારી અને વિવિધ આંદોલનોથી પ્રજા ત્રસ્ત બની હોય આ વખતે કોંગ્રેસનાં સમર્થનમાં મત આપવા મતદારોને ભાવ પૂર્વક અપીલ કરી હતી.
ગુજરાત રાજ્યમાં ટુંક સમયમાં આવી રહેલ વિધાનસભા ચુંટણી અનુલક્ષીને વિવિધ પક્ષો દ્વારા ચુંટણી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે ત્યારે વંથલી કોંગ્રેસનાં પદાધિકારીઓ પક્ષના કાર્યકરો દ્વારા ચુંટણી પ્રચારનાં શ્રીગણેશ કરી વંથલી ખાતે જન સંપર્ક કાર્યાલય પણ ચાલું કરી દેતા મતદારોમાં કોંગ્રેસ પ્રત્યેનો ઉત્સાહ બમણો બન્યો હોવાનું દેખાય રહ્યું છે.

error: Content is protected !!