વાડલા ફાટક નજીક ટ્રકે પિયાગો રીક્ષાને હડફેટે લેતા અકસ્માત : એકનું મૃત્યું

0

વંથલી તાલુકાનાં કોયલી વાડી વિસ્તારમાં રહેતા સંદીપભાઈ ભગવાનભાઈ ભારાઈ રબારી (ઉ.વ.ર૩) એ ટાટા કંપનીનો ટ્રક નં. જીજે-૩૮-ટી – ૪૭૬૬નાં ચાલક વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આરોપીએ પોતાનો ટ્રક પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવી ફરીયાદીનાં નાના ભાઈની રીક્ષા પિયાગો નં. જીજે-૦૬-વાય વાય – ર૩૦૬ને હડફેટે લઈ અકસ્માત સર્જતા ફરીયાદીનાં નાના ભાઈને માથાભાગે તથા કપાળનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું મૃત્યું થયું છે અને આરોપી ટ્રક ચાલક નાસી છુટયો હોય તેના વિરૂધ્ધ પોલીસમાં નોંધાવતા વંથલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વંથલી તાલુકાનાં કોયલી ગામે કારખાનામાંથી રૂા. ૧.૪૧ લાખનાં મુદામાલની ચોરી
વંથલી તાલુકાનાં કોયલી ગામે સીમમાં આવેલા કારખાનામાંથી ચોરીનો બનાવ બનવા પામેલ છે. આ અંગે કોયલી ગામનાં ચિરાગભાઈ કનુભાઈ ત્રાંબડીયા (ઉ.વ.૩૪)એ અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, ફરીયાદીનાં કારખાનામાં રાખેલ ૧૦ હોર્સપાવરની ઈલેકટ્રીક મોટર રૂા. ર૦ હજાર, ૭.પ હોર્સ પાવરની ઈલેકટ્રીક મોટર રૂા. ૧પ હજાર, પાંચ હોર્સ પાવરની પાંચ ઈલેકટ્રીક મોટર રૂા. પ૦ હજાર, ૧ હોર્સ પાવરની બે ઈલેકટ્રીક મોટર રૂા. ૧૦ હજાર તેમજ અડધા હોર્સ પાવરની એક ઈલેકટ્રીક મોટર રૂા.૧૦૦૦, સ્ટીલનો નવો પંપ રૂા. ૧પ હજાર, પટ્ટી કેબલ રૂા. ર૦ હજાર તેમજ પક્કડ, પાના વગેરે મળી કુલ રૂા. ૧.૪૧ લાખની અજાણ્યો શખ્સ ચોરી કરી ગયાની ફરીયાદને પગલે વંથલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢમાં રવિવારી ગુજરી બજારમાંથી મોબાઈલ ચોરાયો
જૂનાગઢનાં જલારામ સોસાયટીમાં પારસ બ્લોક નં. ૬ જાગૃતિ ટેનામેન્ટ જલદર્શન એપાર્ટમેન્ટની સામે રહેતા રસીકલાલ શામજીભાઈ ગામી (ઉ.વ.૬ર)એ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદ અનુસાર ફરીયાદીનો રેડ-મી કંપનીનો રૂા. ૧૪,૩૦૦ની કિંમતનો રવિવારી ગુજરી બજારમાંથી કોઈ ચોરી કરી ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા સી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!