ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને યુ.કે.વી. મહિલા આર્ટ્સ એન્ડ હોમસાયન્સ કોલેજ, કેશોદ આયોજિત ચતુર્થ યુવક મહોત્સવ અવસર-૨૦૨૨ ઉક્ત કોલેજના વિવિધ રંગમંચ ઉપર સાહિત્ય સંગીત તથા કલાની ૩૨ જેટલી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં ૧૬૨માંથી ૩૬ કોલેજે ભાગ લીધો હતો. ૭૦૦ પ્રતિભાગિઓએ પોતાની અલગ-અલગ પ્રતિભાનું કૌશલ્ય પ્રસ્તુત કર્યુ હતું. ઉના સ્થિત મહિલા આર્ટ્સ કોલેજ-ઉનાના મૃગનયની કમલેશભાઈ મહેતા શાસ્ત્રીય વાદ્ય સંગીત(સ્વર વાદ્ય ગિટાર)માં પ્રથમ, પશ્ચિમી વાદ્ય સંગીત વ્યક્તિગતમાં પ્રથમ તથા હળવું કંઠય સંગીત સ્પર્ધામાં તૃતીય સ્થાને વિજેતા રહી મહિલા કોલેજ-ઉનાનું ગૌરવ વધારેલ છે. જ્યારે પશ્ચિમી વાદ્ય સંગીતની સ્પર્ધામાં મૃગનયની મહેતા તથા સહાયક વાદક ક્રિષ્નન મહેતાની પ્રસ્તુતિથી પ્રભાવિત થઈ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતનભાઈ ત્રિવેદી પોતાનું આસન છોડી રંગમંચ ઉપર પહોંચી સંગીતનો આસ્વાદ માણ્યો હતો અને બંને બાળકોને આર્શીવાદ આપી ઉજ્જવલ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી. મૃગનયની મહેતાના ભવ્ય વિજયથી કોલેજ પરિવારમાં ખુબ હર્ષ અને આનંદની લાગણી ફેલાઈ છે. મૃગનયની મહેતાના આ જ્વલંત વિજયને કોલેજના પ્રિન્સપાલ મનીષભાઈ પારેખ તથા કોલેજ મેનેજમેન્ટ તથા પ્રો. લલીત બારિયા, પ્રો. મનોજ પંડ્યા, પ્રો. દક્ષાબેન ચૌધરી, પ્રો. બીનાબેન જાેશી, પ્રો. પ્રવીર ચક્રવર્તી, પ્રો. પ્રતીક મોરઝરિયાએ મૃગનયની મહેતાને અભિનંદન અને ભવિષ્યમાં પણ કોલેજનું નામ ગૌરાન્વિત કરી અનેક સફળતાના શિખરો સર કરે તેવા આર્શીવાદ પાઠવ્યા હતા.