જૂનાગઢનાં સીવીલ હોસ્પિટલનાં કેદી વોર્ડમાંથી નાસી છુટેલા કાચા કામનાં કેદીને પોલીસે ઝડપી લીધો

0

જૂનાગઢ સીવીલ હોસ્પિટલનાં વોર્ડ નં-પ૦૮માંથી સારવાર માટે આવેલો કાચા કામનો કેદી નાસી છુટયો હોય તેને પાર્કિંગમાંથી પોલીસે ઝડપી લીધો છે. આ બનાવ અંગે પોલીસ હેડકવાર્ટર ખાતે રહેતા આર્મડ એએસઆઈ અળખાભાઈ ગોબરાજીએ કેદી વોર્ડનો આરોપી ફીરોજભાઈ વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, જૂનાગઢ જેલમાં રહેલા કાચા કામનાં આ કેદીને સારવાર માટે સીવીલ હોસ્પિટલ જૂનાગઢમાં કેદી વોર્ડમાં લાવવામાં આવેલ. આ દરમ્યાન કેદી વોર્ડમાંથી આરોપી કોઈને જાણ કર્યા વિના નાસી ગયેલ હતો. જે અંગે જાણ થતા તપાસની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. આ દરમ્યાન ફરિયાદી તથા સાહેદોએ આ આરોપીને સીવીલ હોસ્પિટલનાં પાર્કિંગમાંથી ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ તાલુકાનાં ખડીયા ગામે જુના મનદુઃખે હુમલો : સામસામી ફરિયાદ
જૂનાગઢ તાલુકાનાં ખડીયા ગામે રહેતા સાગરભાઈ કાનાભાઈ વારોતરીયા(ઉ.વ.૩૦)એ રમેશભાઈ અરજણભાઈ ડાંગર, રાહુલભાઈ રમેશભાઈ ડાંગર, લક્ષ્મીબેન રમેશભાઈ ડાંગર, નરેશભાઈ ભીખુભાઈ ગરેણીયા, અશોકભાઈ ભીખુભાઈ ગરેણીયા, મિલન સુરેશભાઈ સોલંકી, અનિલ સુરેશભાઈ સોલંકી વગેરે સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામનાં ફરિયાદીનાં પત્ની અગાઉ રીસામણે ગયેલ હોય જે બાબતે બંને પક્ષે અગાઉ ઝઘડો ચાલતો હોય તેનું મનદુઃખ હોય તેમજ કોર્ટમાં કેસ ચાલતો હોય જેની તારીખ બાબતે આ કામનાં આરોપી રમેશભાઈ અરજણભાઈ ડાંગરે વાતચીત કરી અને એકદમ ઉશ્કેરાઈ જઈ સાહેદ કાનાભાઈ દેવાયતભાઈને આરોપી નં-૧ તથા રનાએ માર મારતા જે અંગેની જાણ ફરિયાદીને થતા સાહેદને છોડાવી ઘરે લઈ જતા સાહેદે આ વાતની જાણ ફરિયાદીને કરતા ફરિયાદી તથા સાહેદ આ કામનાં આરોપીઓને તેમનાં ઘરે સમજાવવા જતા આ કામનાં આરોપી નં-૧ થી ૩નાઓ ફરિયાદી તથા સાહેદ સાથે ઝઘડો કરવા લાગેલ અને આરોપી નં-ર પાસે રહેલ કુહાડી વડે સાહેદને મારવા જતા ફરિયાદી વચ્ચે પડતા વાતચીત કરતા હતા તે દરમ્યાન આ કામનાં આરોપી નં-૪ થી ૭નાઓ અલગ-અલગ ત્રણ મોટરસાઈકલમાં ધારીયા તેમજ લાકડી જેવા હથિયારો ધારણ કરી ગેરકાયદેસર મંડળી રચી તેમજ આરોપી નં-૭નાએ ફરિયાદીને ડાબી આંખનાં ઉપરનાં ભાગે ધારીયાથી લોહીયાળ ઈજા કરી તેમજ આરોપી નં-રનાએ સાહેદને માથામાં કુહાડીનાં ઘા મારી તેમજ આરોપી નં-૧, ૩, ૪, પ, ૬ મળી લાકડીઓ વડે માર મારી અને ફરિયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવેલ છે. જયારે આ બનાવ અનુસંધાને રેખાબેન સુરેશભાઈ સોલંકીએ કાનાભાઈ આહીર, સાગરભાઈ કાનાભાઈ, જયેશભાઈ કાનાભાઈ વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ફરિયાદીનાં દીકરા સાહેદ અનિલને આરોપીઓએ ગાળો દેતા હોય જેથી ફરિયાદીએ ગાળો કેમ બોલો છો તેમ કહેતા સાગરે પોતાની પાસેનો પાઈપ ફરિયાદીનાં માથામાં મારેલ તેમજ જયેશએ ફરિયાદીને ડાબા હાથનાં પોચામાં માર મારેલ અને કાનાભાઈએ ઢીકાપાટુનો માર મારેલ તેમજ ફરિયાદીનાં દીકરા અનિલને વાસામાં પાઈપ મારી આરોપીઓએ એકબીજાને મદદગારી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!