મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ ગેમ્સ ઓપનિંગ સેરેમનીની પૂર્વ સંધ્યાએ સંસ્કારધામ ખાતે ખુલ્લો મુક્યો સ્પોર્ટ્‌સ કોન્કલેવ

0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ સ્પોર્ટ્‌સ કોન્કલેવ-૨૦૨૨ને સંબોધતા જણાવ્યું હતું કે, રમતમાં ભાગ લેવો એ સૌથી મહત્વનું હોય છે, હારવું અને જીતવું એ પછીની વાત છે. ખેલાડીઓનો જુસ્સો વધારવા માટે તેમણે ખેલાડીઓને હિંમત ના હારવાનો જીત મંત્ર આપ્યો હતો. તેમણે વધુમક જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભનો પાયો નાંખીને ગુજરાતમાં રમત ગમત ક્ષેત્રે ઉમદા કામ કર્યું છે. આજે ગુજરાતના ખેલાડીઓ વિશ્વ કક્ષાએ નામના પ્રાપ્ત કરી ગુજરાતનું ગૌરવ વધારી રહ્યા છે. જુડેગા ઇન્ડિયા, જીતેગા ઇન્ડિયાના સંકલ્પ સાથે નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની પહેલા અમદાવાદના ગોધાવી ખાતે આવેલા સંસ્કારધામ સંકુલ ખાતે સ્પોર્ટ્‌સ કોનકલેવનું આયોજન થયું હતું.
આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારના પોલિટિકલ વિલ અને ટીમવર્કથી સૌથી ઓછા સમયમાં નેશનલ ગેમ્સનું આયોજન સાકાર થયું છે. દ્રઢ સંકલ્પ અને પ્રબળ ઇચ્છાશક્તિથી સફળ આયોજન કરવા બદલ તેમણે રમત-ગમત વિભાગને વિશેષ અભિનંદન પણ પાઠવ્યા હતા.

error: Content is protected !!