જૂનાગઢમાં લક્ષ્મી જવેલર્સ નામની સોના-ચાંદીની પેઢીનાં વેપારી સામે વિશ્વાઘાત અને છેતરપીંડીની ફરિયાદ

0

ઠાકોરજી ગ્રુપ નામની ઈનામી યોજનાનો ઈનામી ડ્રો બહાર પાડવાનાં બહાના હેઠળ છેતરપીંડી કરી

જૂનાગઢ ખાતે લક્ષ્મી જવેલર્સ પેઢીનાં વેપારીએ ઈનામી યોજનાની સ્કીમ બનાવી અને વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી કુલ રૂા.૬,૩૧,૩૦૦નાં દાગીનાં પરત નહી આપી નાસી ગયાની ફરિયાદ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢનાં નાગરવાડા વિસ્તારમાં આવેલ લક્ષ્મી જવેલર્સનાં વેપારી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જૂનાગઢનાં કોલેજ રોડ, ગુજરાત હાઉસીંગ બોર્ડ, બીલ્ડીંગ નં-એમ/૧૪, બ્લોક નં-૭૮પમાં રહેતા ગોૈતમભાઈ હરસુખભાઈ કતકપરા કુંભાર(ઉ.વ.૪ર)એ સાર્થક એપાર્ટમેન્ટ, કાળવા ચોક ખાતે રહેતા બીપીનભાઈ ધોળકીયા, ઉષાબેન બીપીનભાઈ ધોળકીયા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપીઓએ પોતાની લક્ષ્મી જવેલર્સ નામની સોના-ચાંદીની પેઢી ચલાવી સોના-ચાંદીનાં દાગીના લે-વેંચનો વેપાર ધંધો કરી તેની સાથે ઠાકોરજી ગ્રુપ નામની ઈનામી યોજના સ્કીમ ચલાવી, આ ઈનામી યોજના નામે લોભાણી સ્કીમ બહાર પાડી ઈનામી ડ્રો બહાર પાડવાનાં બહાના હેઠળ કોઈ ગ્રાહકનાં પૈસા જશે નહી. તમામ ગ્રાહકોને પૈસા અથવા સોનાનાં દાગીનાં મળી જશે તેવો વેપારી તરીકે વિશ્વાસ આપી ફરિયાદી પાસેથી રૂા.૧૦,પ૦૦ તથા સોનાનાં દાગીનાં જેમાં રાઈણ ડીઝઈનની માળા, સોનાનો હાંસડી હાર, સોનાનાં બુંટીયા જેનું વજન આશરે પાંચ તોલા જેની કિંમત રૂા.ર,૦૦,૦૦૦ તેમજ સાહેદો(૧) માયાબેન રાઠોડ પાસેથી રૂા.૧,પ૦,૮૦૦, (ર) હેમાંગભાઈ ચુડાસમા પાસેથી રૂા.૧,ર૦,૦૦૦, (૩) તેજષભાઈ ચુડાસમા પાસેથી રૂા.૧,પ૦,૦૦૦ સ્કીમનાં હપ્તા મેળવી કુલ રૂા.૬,૩૧,૩૦૦ લઈ વેપારી તરીકે વિશ્વાઘાત-છેતરપીંડી કરી આજદિન સુધી પૈસા કે સોનાનાં દાગીનાં પરત નહી આપી નાસી જઈ આરોપીઓએ એકબીજાને મદદગારી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. માર્ચ-ર૦રરથી આજદિન સુધીનાં સમયગાળા દરમ્યાન આ બનાવ બન્યો હોવાનું પોલીસમાં દર્શાવેલ છે. એ ડીવીઝન પોલીસે આ કામનાં આરોપીઓ વિરૂધ્ધ છેતરપીંડી સહિતની કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ ઈન્સ્પેકટર એમ.એમ. વાઢેર વધુ તપાસ ચલાવી રહ્યા છે.

માંડણપરા ગામનાં પાટીયા પાસે મોટરસાઈકલનો કાબુ ગુમાવતા અકસ્માત : ઈજા પહોંચી
બિલખામાં રહેતા સાગરભાઈ બટુકભાઈ સરવૈયા(ઉ.વ.૧૯)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર, ફરિયાદી તેનાં મિત્ર સાથે મોટરસાઈકલમાં બેસી જૂનાગઢ ગરબી જાેવા જતા હતા ત્યારે બિલખાથી માંડણપરા ગામનાં પાટીયા પાસે પહોંચતા સામેથી એક ફોરવ્હીલ આવતા જેની લાઈટ મોટરસાઈકલ ચાલક રાહુલ કિશોરભાઈ સોલંકીની આંખમાં પડતા તેણે મોટરસાઈકલ ઉપરનો કાબુ ગુમાવતા મોટરસાઈકલ સ્લીપ થઈ ગઈ હતી જેનાં કારણે અકસ્માતમાં ફરિયાદીને ઈજા પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા બિલખા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કેશોદ : વ્યાજનાં રૂપિયાની ઉઘરાણીનાં મનદુઃખમાં રીવોલ્વર બતાવી ધમકી આપી : બે સામે ફરિયાદ
કેશોદ તાલુકાનાં માણેકવાડા ગામનાં મિલનભાઈ કાનાભાઈ મુછડીયા(ઉ.વ.ર૭)એ રામભાઈ રબારી, રાજુભાઈ રબારી રહે.જૂનાગઢ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપીઓએ ફરિયાદીને રૂા.૧૦ હજાર ૧૦ ટકાનાં ઉંચા વ્યાજે આપેલ હોય જેની પઠાણી ઉઘરાણી માટે આ કામનાં આરોપીઓએ ફરિયાદીને ફોન કરતા ફરિયાદીનો ફોન ઉપડેલ ન હોય જે વાતનું મનદુઃખ રાખી બંને આરોપીઓએ ફરિયાદીને વીડીયો કોલ કરી અને રીવોલ્વર(હથિયાર) બતાવી, ધમકાવી અને ફરિયાદીની ગેરહાજરીમાં ફરિયાદીનાં ઘરે જઈ તેની પત્નીની છેડતી કરી અને ફરિયાદીને મળી તેણે વ્યાજનાં રૂપિયા આપી દીધા હોવા છતાં બળજબરીથી રૂપિયા કઢાવવા ફરિયાદીને ધમકાવેલ અને બંને આરોપીઓએ લાકડી વડે માર મારતા સાહેદો વચ્ચે પડેલ તેઓને પણ બિભત્સ શબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફરિયાદી પાસેથી વ્યાજ પેટા રૂપિયા બે હજાર કઢાવી લઈ તેમજ આ કામનાં આરોપી નં-રએ પોતાનાં પેન્ટનાં નેફામાંથી રીવોલ્વર કાઢી અને બતાવી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા કેશોદ પોલીસે આરોપીઓ વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવ કેશોદ ખાતે પૂજા મોબાઈલ નામની દુકાન પાસે બન્યો હોવાનું ફરિયાદમાં દર્શાવેલ છે. આ બનાવની વધુ તપાસ કેશોદનાં પીએસઆઈ એસ.એન. સોનારા ચલાવી રહ્યા છે.

માંગરોળ ખાતે મકાનનું તાળુ તોડી રૂા. ૧.૬૦ લાખ માલમત્તાની ચોરી
માંગરોળ બંદર ખાતે રહેતા પારૂબેન રમશેભાઈ ભદ્રેચાનાં ઘરમાં કોઈ અજાણ્યો ચોર ઈસમે રૂમનાં દરવાજાનું તાળુ તોડી સ્ટીલનાં ડબ્બામાં રાખેલ સોનાનો આશરે ચાર તોલાનો ચેઈન-૧ કિંમત રૂા. ૮૦ હજાર તથા રૂદ્રાક્ષની માળા-૧ આશરે બે તોલાની કિંમત રૂા. ૪૦ હજાર તથા સોનાની પાદડાવાળી બુટી અડધા તોલાની કિંમત રૂા. ૧૦ હજાર, સોનાની જુમરવાળી બુટી એક તોલાની રૂા. ર૦ હજારની તથા બે સોનાની વીટી અડધા તોલાની રૂા. ૧૦ હજારની મળી કુલ રૂા. ૧,૬૦,૦૦૦ની માલમત્તાની ચોરાયાની માંગરોળ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

error: Content is protected !!