ગુજરાત રાજય હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશનની ૬૩મી સાધારણ સભા યોજાઈ

0

ગુજરાત રાજ્ય હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશનની ૬૩મી સાધારણ સભા તા.૨૭-૯-૨૦૨૨ના અમદાવાદ ટેક્સટાઇલ એસોસિએશન હોલ, આશ્રમ રોડ ખાતે મળી હતી. આ સભા અગાઉની બધી જ સાધારણ સભાઓ કરતા અલગ એ રીતે બની રહી કે, સંસ્થા ઉપર લગભગ ૨૬૦૦ કરોડનું ન્.ૈં.ઝ્ર અને હુડકોનું દેવું સ્વ. ભાવનાબેન ચિખલીયા અને વાડીભાઈ પટેલની દોરવની નીચે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારત સરકારના પ્રથમ સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ તે સમયના નાણાં મંત્રી અરૂણ જેટલી, શ્રી રૂપાલાની મદદથી આ દેવાની ચુકવણી હપ્તાવાર થયેલ. જેનો છેલ્લો હપ્તો તારીખ ૩૦-૬-૨૦૨રના દિવસે સંસ્થાના ચેરમેનના હસ્તે સંપૂર્ણપણે દેવામાફીનો ચેક આપેલ હતો માટે આ સાધારણ સભા ઐતિહાસિક સાધારણ સભા હતી. આ સાધારણ સભામાં અનેક વિધ નવા ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા અને ભારત સરકારના સહકારસે સમૃધિ સૂત્રને સાકાર કરતા અને સહકારી પ્રવૃત્તિના પ્રણેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં બીપીનભાઈ પટેલ(ગોતા), ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના સહકાર સેલના સંયોજક તથા ગુજ.કો. માર્શલના વાઈસ ચેરમેન અને ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ એગ્રીકલ્ચર કો-ઓપરેટીવ બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, મહેશભાઈ પટેલ, સાબરકાંઠા ડીસ્ટ્રીક કો-ઓપરેટીવના ચેરમેન જીગ્નેશભાઈ સેવક, ધારાસભ્ય લુણાવાડાને વિશિષ્ટ સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અગ્રણી અને સહકારીતાના ભીષ્મપિતા ઉપરાંત પૂર્વ સહકાર મંત્રી ઘનશ્યામભાઈ અમીન અને વાડીભાઈ પટેલ સંસ્થાના બધા જ ડિરેક્ટરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સંસ્થાના ચેરમેન ડો. ડી.પી. ચીખલીયા અને સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર સૂરપાલસિંહ ઝાલાની દોરવણી નીચે સંસ્થાના બધા જ કર્મચારીઓ તેમજ જૂનાગઢથી પધારેલ આ સંસ્થાને મદદ કરતા પ્રત્યુષ જાેષી, આદિત્ય મહેતા, પ્રભુદાસભાઈ પીછાવડીયા, વિજય રાઠોડ, ઉમેદ ગામી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિશાબેન હેમલભાઈ નાણાવટીએ કર્યું હતું. આ હોલમાં ત્યાંના સ્થાનિક સંચાલકોના અભિપ્રાય અનુસાર સૌપ્રથમવાર આટલો સુંદર કાર્યક્રમ જાેવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં બીપીનભાઈ પટેલ(ગોતા) દ્વારા સુંદર શૈલીમાં પોતાનું વક્તવ્ય આપ્યુ હતું અને સહકાર સમૃધ્ધિના સૂત્રને સાકાર કરવા આજના નવયુવાનોને આગળ આવવા આહવાન(સાથે જાેડાવવા) કર્યું હતું. સમગ્ર પ્રોગ્રામની આભાર વિધિ દિપ્તીબેન સોની દ્વારા કરવામાં આવી હતી. આ સાથે નેસનલ એન્થમ સાથે કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!