ગરવા ગિરનારની આગામી યોજાનારી લીલી પરીક્રમા માટે તૈયારી શરૂ

0

જૂનાગઢમાં વર્ષોથી પરંપરાગત રીતે કારકત સુદ-૧૧ (અગીયારસ)થી કારતક સુદ-૧પ (પૂર્ણીમા) સુધી ગિરનારની ૩૬ કિમીની લીલી પરીક્રમા યોજાય છે. જેમાં સમગ્ર દેશમાંથી લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ અને સાધુ-સંતો સ્વયંભુ જાેડાય છે ત્યારે પરીક્રમાનાં એક માસ અગાઉથી જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ગત વર્ષે લીલી પરીક્રમામાં કોરોનાને લઈને ભાવિકો માટે તંત્ર દ્વારા પ્રવેશબંધી કરવામાં આવી હતી. અને માત્ર પ્રતિકાત્મક રૂપે પરીક્રમા કરવા માટે મર્યાદીત સંખ્યામાં શ્રધ્ધાળુઓ અને સાધુ-સંતોને મંજુરી આપ્યા બાદ અંતિમ સમયે લાખો ભાવિકો ઉમટી પડતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જેને લઈને છેલ્લી ઘડીએ વહીવટી તંત્ર દ્વારા આગોતરા આયોજન વગર ભાવિકોને પ્રવેશ માટે મંજુરી આપી હતી. જેનાં પરીણામે પરીક્રમા રૂટ ઉપર અનેક અવ્યવસ્થા સર્જાઈ હતી તેનું આ વર્ષે પુનરાવર્ત ન થાય તે માટે તંત્રએ આગોતરૂ આયોજન શરૂ કર્યુ છે. ચાલુ વર્ષે તા. ૪ નવેમ્બર ર૦રર થી તા. ૮ નવેમ્બર ર૦રર દરમ્યાન યોજાનાર ગિરનારની લીલી પરીક્રમાને લઈને જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠકોનો દોર શરૂ કર્યો છે. જેમાં વિવિધ વિભાગનાં પ૪ જેટલા અધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં. આ બેઠકમાં દરેક વિભાગને તેમના કાર્યક્ષેત્રમાં આવતી અલગ અલગ ર૪ જેટલી કામગીરી અંગે સુચનાઓ આપવામાં આવી હતી. પરીક્રમા ગિરનારની તળેટીમાં જંગલનાં દુર્ગમ વિસ્તારમાં પગપાળા કરવામાં આવે છે. જેમાં ભજન, ભકિત અને ભોજનનો અનેરો મહિમા રહેલો છે. આ પરીક્રમા દરમ્યાન લાખોની સંખ્યામાં ભાવિકો અને સાધુ-સંતનો જાેડાય છે. તેમના માટે આવશ્યક જનસુવિધાઓ અને સલામતી જળવાય રહે તે માટે ગત વર્ષોનાં અનુભવો ધ્યાને લઈ આવશ્યક સુધારાઓ સાથે ચાલુ વર્ષે સારી સુવિધાઓ ઉપલબ્ધ કરવા સુચનાઓ આપવામાં આવી હતી.
પરીક્રમાને લઈને તંત્રનું આયોજન
પરીક્રમા રૂટ ઉપર આવતા રસ્તાઓ-કેડીઓ રીપેર કરવી, ગિરનાર સીડી ઉપરનાં પગથીયા સમયસર રીપેર કરવા, વન વિભાગ હસ્તકની જમીનમાં અડચણરૂપ દબાણો હટાવવા, પાર્કીંગ સ્ટેન્ડ તૈયાર કરવા, રસ્તાઓ વન-વે કરવા, રીક્ષા ભાડાનાં દર નકકી કરવા ને અમલવારી કરાવવી, પરીક્રમા રૂટ અને ભવનાથમાં ઉતારા-અન્નક્ષેત્રોને પ્લોટ, ભાવિકો માટે સારી સ્થિતિની સમયસર એટી બસ મુકવી, રેલ્વે વિભાગને વિશેષ ટ્રેનો અને કોચીઝ માટેની કામગીરી, અકસ્માત ન થાય તે માટે વિજપોલ-વાયરનું એડવાન્સ ચેકીંગ, યાત્રીકોને રાત્રી રોકાણ માટે રૂટ ઉપર જનરેટર સેટ મુકવા, પરીક્રમા રૂટ ભવનાથ, ગિરનાર ઉપર કાચલાઉ દવાખાના ઉભા કરવા, યાત્રીકોને શુધ્ધ પાણી મળી રહે તે માટે આયોજન કરવું રૂટ ઉપર અને ભવનાથમાં થોડા થોડા અંતરે સહાયતા કેન્દ્રો કરવા, નિયત પોઈન્ટ ઉપર ફાયર ફાયટરોની સ્ટાફ સાથે નિમણુંક કરવી, દુધની કૃત્રિમ અછત ન સર્જાય તે માટે તકેદારી રાખવી, સંદેશા વ્યવહાર માટે મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર સાથે બેઠક, ભવનાથ ખાતે સેન્ટ્રલાઈઝડ કંટ્રોલ રૂમ અને વ્યવસ્થા કરવી, સ્વચ્છતાને ધ્યાને લઈને વન વિસ્તારમાં થોડા થોડા અંતરે કચરાપેટી મુકવી, સલામતી માટે સીસી ટીવી કેમેરા, ટેકનીકલ ટીમની વ્યવસ્થા, યાત્રીકો માટે વન વિભાગ દ્વારા લાકડીઓની વ્યવસ્થા કરવી, યાત્રીકોનાં ઘસારાને લઈને પોલીસ વિભાગ દ્વારા બંદોબસ્ત મુકવો, દામોદર કુંડ ખાતે સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવી અને ભીડ ન થાય તેની તકેદારી રાખવી, ભવનાથ અને પરીક્રમા રૂટ ઉપર પોઈન્ટ નકકી કરી ક્રેઈનની વ્યવસ્થા કરવી, સકકરબાગ ઝુ, મ્યુઝીયમ, ઉપરકોટ આવતા યાત્રીકો માટે વ્યવસ્થા કરવી.
પરીક્રમામાં લાખો લોકોને મુશ્કલી ન પડે તેનું ધ્યાન રાખવા જાગૃત નાગરીકની રજુઆત
જૂનાગઢ ગિરનાર પરીક્રમા મેળાને આડે હવે ગણતરીનાં દિવસો બાકી રહયા છે ત્યારે બહારથી આવનાર યાત્રાળુઓ માટે ભવનાથ તળેટીમાં જવાનો મુખ્ય માર્ગ એટલે મજેવડી દરવાજાથી ભવનાથ વિસ્તારમાં ચાલતાં ડ્રેનેજ લાઈનનાં કામની ગતિ વધારવા અને વહેલી તકે પૂર્ણ કરવા માટે ભારપૂર્વક રજુઆત પાણી પુરવઠા બોર્ડ, મુખ્યમંત્રી, કલેકટર, કમિશ્નરને ઈમેલ દ્વારા કરવામાં આવી છે. કારણ કે લાખો લોકોને પારાવાર મુશ્કેલી પડે તેમ છે જેથી ભુગર્ભ ગટર યોજનાનાં કામમાં તેજ ગતિ આવે તે માટે તાત્કાલીક કાર્યવાહી કરવાની અમૃતભાઈ દેસાઈએ કરેલ છે.

error: Content is protected !!