દ્વારકામાં મુરલીધર ટાઉનશિપમાં નગરપાલિકાના પ્રમુખ જ્યોતિબેન સામાણી, ચીફ ઓફિસર ઉદયભાઇ નસીત, ઉપપ્રમુખ પ્રમુખ પ્રકાશભાઈ વાઘેલા, નગરપાલિકાના સદસ્ય ગોપાલભાઈ કણજારીયા, ભોલાભાઈ કણજારીયા, પદુભા જાડેજા તેમજ સમગ્ર નગરપાલિકાના સદસ્યો તેમજ કર્મચારીઓના પ્રયત્નોથી મુરલીધર ટાઉનશિપમાં ખૂબ જ ટૂંકા સમયની અંદર ફાઇબરના પોલ દ્વારા મુરલીધર ટાઉનશીપમાં લાઈટથી પ્રકાશિત રોશની કરી દીધી છે. આ કામગીરી ઈલેક્ટ્રીક લાઈટ વિભાગના યુવા ઉત્સાહી કર્મચારી માવાણીનો અર્થ પ્રયત્ન તેમજ તેમની સાથે નગરપાલિકાના યુવા લીડર નીડર ચીફ ઓફિસર ઉદયભાઇ નસીતના પ્રયત્નોથી નગરપાલિકાની લાઈટ સોસાયટીમાં તારીખ ૨૯-૯-૨૦૨૨ને બુધવારના રોજ ચાલુ થયેલ છે. તેથી મુરલીધર ટાઉનશીપ સમગ્ર પરિવાર નગરપાલિકા ચીફ ઓફિસર અને ઇલેક્ટ્રિક્સ વિભાગના અધ્યક્ષ માવાણીનો નગરપાલિકાના પ્રમુખ જ્યોતિબેન સામાણીનો હાર્દિક આભાર વ્યક્ત કરે છે અને મુરલીધર ટાઉનશીપ તરફથી નગરપાલિકાને કોઈપણ પ્રકારની જરૂરિયાત હશે તો સોસાયટી હરહંમેશ તત્પર રહેશે. તેઓ આ જ દિવસે લોકોમાં ઉત્સાહ અને ઉમંગ જળવાઈ રહ્યો છે અને સોસાયટીમાં નોરતામાં દિવાળી જેવા માહોલ રચાયો છે તેથી ઘર ગૃહિણી તો આનંદવિભોર થઈ ગઈ છે.